મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ પર બહું ગંભીર આરોપ લગાવ્યા છે. મલિકના આરોપો છે કે મુંબઈ, મહારાષ્ટ્ર અને ગોવામાં ડ્રગ્સનો કારોબાર દેવેન્દ્ર ફડણવીસના સંરક્ષણમાં કરવામાં આવી રહ્યો છે. આ બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ પ્રેસ કોન્ફરન્સ કરી પલટવાર કર્યો છે. ફડણવીસે કહ્યું કે નવાબ મલિકના અંડરવર્લ્‌ડ સાથે સંબંધ છે. આના પુરાવા મીડિયાને આપીશ.

મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું નવાબ મલિકના આરોપો હાસ્યાસ્પદ છે. રિવર અંથમ માટે જે ટીમ આવી હતી. તે ક્રિએટિવ ટીમના એક સભ્યએ ફોટો ખેંચાવ્યો. ૪ વર્ષ પહેલાનો આ  ફોટો છે. તે વ્યક્તિનો મારી સાથે પણ ફોટો છે. જાણી જાઈને મારી પત્નીની સાથે ફોટો ટ્‌વીટ કર્યો છે. જા કોઈને સાથે ફોટો પડાવાથી તે ડ્રગ્સ માફિયા હોય છે તો જેમનો જમાઈ ડ્રગ્સ સાથે પકડાયો છે તે શું છે તેમની પાર્ટી શું છે? ત્યારે તેમણે દિવાળીની પહેલા લવંગી બોમ્બ લગાવ્યો છે દિવાળી બાદ હું બોમ્બ ફોડીશ.

આ પહેલા નવાબ મલિકે આરોપ લગાવતા કહ્યુ હતુ કે મહારાષ્ટ્રમાં ડ્રગ્સ પર પુરો ખેલ ક્યાંકને ક્યાંક દેવેન્દ્ર જી ના આશીર્વાદથી ખેલાઈ રહ્યો હતો અને ચાલી રહ્યો છે. આ મામલાની સીબીઆઈ તપાસ થવી જાઈએ. આખરે આ શહેરમાં દેવેન્દ્ર જીનો ડ્રગ્સના ધંધા સાથે શું સંબંધ છે.