પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે ભારતીય રિઝર્વ બેંક(આરબીઆઈ)ની બે ઈનોવેટીવ ગ્રાહક કેન્દ્રિત પહેલ, ભારતીય રિઝર્વ બેંક રિટેલ ડાયરેક્ટ સ્કીમ અને રિઝર્વ બેંક સંકલિત લોકપાલ યોજનાનો શુભારંભ કર્યો. પીએમ મોદીએ બંને યોજનાનો શુભારંભ વીડિયો કાન્ફરન્સિંગગ દ્વારા કર્યો છે. આરબીઆઈ રિટેલ પ્રત્યક્ષ યોજનાનો ઉદ્દેશ છે કે સરકારી સિક્યોરિટીઝ માર્કેટમાં છૂટક રોકાણકારોની પહોંચ વધારવી. ભારત સરકાર અને રાજ્ય સરકારો દ્વારા જોહેર કરવામાં આવેલી સિક્યોરિટીઝમાં સીધા રોકાણનો વિકલ્પ પણ છૂટક રોકાણકારો માટે ખુલશે.
નરેન્દ્ર મોદીએ બે ઈનોવેટીવ ગ્રાહક યોજનાના શુભારંભ બાદ સંબોધન કરીને કહ્યુ કે, ‘આજે જે બે યોજનાઓને લાન્ચ
કરવામાં આવી છે તેનાથી દેશણાં રોકાણનો નવો વિસ્તાર થશે. આ સાથે જ રોકાણકારો માટે કેપિટલ માર્કેટ સુધી પહોંચ બનાવવાનુ વધુ સરળ અને સુરક્ષિત બનશે.’
મોદીએ એ પણ કહ્યુ છે કે એક મજબૂત બેંકિંગ સિસ્ટમ મજબૂત થતી અર્થવ્યવસ્થા માટે ખૂબ જરૂરી છે. ૨૦૧૪ની પહેલા અમુક વર્ષોમાં દેશની બેંકિંગ સિસ્ટમને નુકશાન પહોંચાડવામાં આવ્યુ હતુ. આજે સહુને ખબર છે કે કેવી સ્થિતિઓ પેદા થઈ ગઈ હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યુ કે છેલ્લા ૭ વર્ષોમાં એનપીએ(બિન કાર્યકારી સંપત્તિ)ને પારદર્શિતા સાથે માન્યતા આપવામાં આવી હતી. સંકલ્પ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યુ છે. નાણાંકીય પ્રણાલી અને સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં સુધારો કરવામાં આવ્યો છે. પીએમ મોદીએ કહ્યુ કે આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ સ્કીમથી દેશના નાના રોકાણકારોને સરકારી સિક્યોરિટીઝમામં રોકાણનુ સુરક્ષિત માધ્યમ મળી ગયુ છે. રિઝર્વ બેંક સંકલિત લોકપાલ યોજના સાથે, આજે બેંકિંગ ક્ષેત્રમાં ‘એક રાષ્ટÙ, એક લોકપાલ પ્રણાલી’એ આકાર લીધો છે.નરેન્દ્ર મોદીએ કહ્યુ છે કે યુપીઆઈએ ખૂબ ઓછા સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન મામલે ભારતને દુનિયાનો અગ્રણી દેશ બનાવી દીધો છે. માત્ર ૭ વર્ષમાં ભારતે ડિજિટલ ટ્રાન્ઝેક્શન મામલે ૧૯ ગણી છલાંગ લગાવી છે.