ધ્રાંગધ્રાના ગુજરવદી ગામે યુવતીને ગામમાં રહેતા શખસ દ્વારા લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરતો અને અન્ય શખસ દ્વારા મદદગારી કરવામાં આવતી હોવાની ઘટના બહાર આવી હતી. આ બાવમાં ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં યુવતી દ્વારા બંને શખસ સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી હતી. મહિલાઓ પર અત્યાચારના બનાવો વધવા લાગ્યા છે.
ત્યારે ધ્રાંગધ્રા તાલુકા ગુજરવદી ગામે રહેતી યુવતી પર ગામમા રહેતો આરોપી મેહુલ ચતુરભાઈ દ્વારા યુવતીને લગ્નની લાલચ આપી અવાર નવાર દુષ્કર્મ આચરતો અને કોઈને નહીં કહેવાનું તેમ કહી ધાકધમકી આપતો હતો.જ્યારે અન્ય આરોપી મીત અરવિંદભાઈ મદદગારી કરતો હોવાની યુવતી દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા બંને શખસ સામે દુષ્કર્મ અંગેનો ગુનો નોંધ્યો હતો. જેની વધુ તપાસ પીઆઈ ટી. બી. હીરાણી કરી રહ્યાં છે. આમ દુષ્કર્મની ફરિયાદને લઈને ચકચાર મચી હતી. ત્યારે તાલુકા પોલીસ દ્વારા મેહુલ અને મીતને ઝડપી પાડવા માટે ગુજરવદી અને આસપાસના ગામમા તપાસ હાથ ધરવામાં આવી છે.