અમરેલી જિલ્લાના ગીર કાંઠાને બદલે સિંહોને હવે રેવન્યૂ વિસ્તારમાં વધુ ફાવતુ હોય તેમ વારંવાર ગામોમાં સિંહો ઘૂસી આવતા હોવાની ઘટના હવે સામાન્ય બની જવા પામી છે. જેમાં ધારીની મધુવન સોસાયટીમાં જ રાત્રિના સમયે સિંહોએ ધામા નાખતા આ વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો તો ધારી ગામની શેરીઓમાં બે સિંહો જાણે વોકિંગ કરવા નિકળ્યા હોય તેમ આંટાફેરા કરતા નજરે પડતા આ દૃશ્યો મોબાઈલમાં કેદ થયા હતા.