બાબરા તાલુકાના ધરાઈ ગામે રહેતા પરેશભાઈ ઈશ્વરભાઈ કાપડીયા (ઉ.વ.૩૫)એ તેમના જ ગામના જીગ્નેશભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા નંદનભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની વિગત પ્રમાણે, પરેશભાઈ હવેલીએ દર્શન કરીને નીકળ્યા બાદ જીગ્નેશભાઈની દુકાન પાસે પહોંચ્યા ત્યારે તેમણે બહાર આવીને થાંભલા સાથે ગાડી કેમ ભટકાવે છે તેમ કહી દુકાનમાંથી ધોકો લઈ આવ્યા હતા. જીગ્નેશને તું રહેવા દે તેમ કહી ગાળો આપી બહાર નીકળે એટલે પતાવી દેવો છે અને મોટર સાઇકલ માથે ચડાવી દેવી છે તેમ કહ્યું હતું. જે બાદ નંદનભાઈએ આવીને એકવાર તો માર ખાધો છે, બીજી વખત ખાવાનો છે તેમ કહી મારવાની ધમકી આપી ગાળો બોલી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.