શક્તિ કપૂરનો પરિવાર અનેક ચોંકાવનારા વિવાદોમાં ફસાયેલો રહ્યો છે. તેના કસ્ટિંગ કાઉચ સ્ટિંગગ ઓપરેશન્સથી લઈને તેનો પુત્ર સિંદ્ધાંત કપૂર રેવ પાર્ટીમાં પકડાઈ ગયો છે તો તેની પુત્રી શ્રદ્ધા કપૂરને કો-સ્ટારના ઘરમાંથી ખેંચીને ઘરે લઇ જવા સુધી, આ કપૂર પરિવાર ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિવાદાસ્પદ ઇતિહાસ ધરાવે છે.
૨૦૦૫માં, ઈન્ડીયા ટીવીએ શક્તિ કપૂરને સંડોવતું એક વિસ્ફોટક સ્ટિંગગ ઓપરેશન કર્યું, જ્યારે એક મહિલા પત્રકારે બાલિવૂડની આવનારી સ્ટારલેટ તરીકે તેની સામે આવી હતી. આ આખુ એક ‘સ્ટિંગગ ઓપરેશન’ હતું. જેમાં શક્તિ કપૂર આ માયાજાળમાં ફસાઇ ગયો હતો. તેણે પત્રકારને પ્રપોઝ કરી હતી અને તેની સાથે જાતીય માંગણી પણ કરી હતી. આ સ્ટિંગગ ઓપરેશન કદાચ સૌથી મોટો વિવાદ હતો જેમાં તે ઓફ સ્કીનન પર ‘ખલનાયક’ સાબિત થયો હતો.
જ્યારે રિપોર્ટરને પ્રપોઝ કરવા અને કસ્ટિંગ કાઉચ અંગે સવાલ કરવામાં આવ્યો તો, શક્તિ કપૂરે કહ્યું હતું કે, રિપોર્ટરે તેને ધમકી આપી છે કે જા તે તેના હોટલના રૂમમાં નહીં આવે તો તેને મારી નાખવામાં આવશે. આ સમાચારે ભારે વિવાદો સર્જ્‌યા હતાં તે સમયનાં આ ‘બ્રેકિંગ ન્યૂઝ’ બન્યા હતાં.
શક્તિ કપૂરે આખરે કસ્ટિંગ કાઉચ વિવાદ પર પોતાનું મૌન તોડ્યું અને કહ્યું, ‘મેં હાથ જાડીને મારા નજીકના સુભાષ ઘાઈ, પ્રીતિ ઝિંટા, ઐશ્વર્યા રાય અને રાની મુખર્જી સહિત સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીની માફી માગી હતી.’ . ‘મારો તેમને દુઃખ પહોંચાડવાનો કોઈ ઈરાદો નહોતો. આખી ઘટનાને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે અને તેની સાથે છેડછાડ કરવામાં આવી છે જા મારા કારણે તેઓને હજુ પણ દુઃખ થયું હોય, તો હું ફરીથી માફી માંગવા તૈયાર છું.’
જા આ ઓછુ હોય તો ૨૦૦૫માં સ્્‌ફ બકરા પર શક્તિ કપૂર પર એક ઇન્ટરવ્યુઅરને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો આરોપ હતો. શક્તિ કપૂરના સ્ટિંગગ ઓપરેશન પછી અભિનેતાઓ અને દિગ્દર્શકોએ શક્તિ કપૂર અને તેના ‘અભદ્ર વર્તન’ વિરુદ્ધ બોલ્યા હતાં.ૃ
શક્તિ કપૂર બિગ બોસની સ્પર્ધક વિદા સમદ ઝાઈને પાછળ પૃષ્ઠનાં ભાગે મારતો કેમેરામાં કેદ થયો હતો. જે બાદ ફરી એક વખત તે વિવાદોમાં ફસાયો હતો. આ ઘટનાએ પણ સોશિયલ મીડિયા અને ટીવીની દુનિયામાં જારદાર ટીઆરપી મળવી હતી. જાકે આ ઘટના ઘણી જ વાહિયાત હતી. અને બિગ બોસના ચાહકો અને સલમાન ખાન દ્વારા નારાજગી જતાવવામાં પણ આવી હતી.