દામનગર પાલિકા વિસ્તારમાં નલ સે જલ યોજનાને લઈ ભારે તફાવત સામે આવ્યો છે. દામનગર નગરપાલિકા રજીસ્ટરમાં ૪૮૮૦ સ્થાવર મિલકતો સામે ૨૬૬૬ નળ જાડાણ નોંધાયેલા છે. ત્યારે બાકી રહેતી ૨૨૧૪ મિલકતોમાં શું નળ જાડાણ નહિં હોય? અથવા તો ભૂતિયા જાડાણો હશે? વ્યક્તિગત પીવાના પાણીના સ્ત્રોત તરીકે ટાંકા કે દાર હશે? ત્યારે આ અંગે શહેરી વિકાસ વિભાગમાં લેખિત રજૂઆતો કરવામાં આવી છે. જેમાં પાલિકા તંત્રનું નલ સે જલ કેટલી મિલકતોમાં જઈ રહ્યું છે? અને કોઈ મિલ્કત અગર બંધ હોય અને પીવાના પાણીનું કનેક્શન ખુલ્લું હોય તો પાણીનો વ્યય અટકાવવા તંત્ર દ્વારા મિલ્કતદારને સૂચના અપાઈ છે કે કેમ? અડધાની કે એકની પાઈપલાઈનોમાં અને ૨૪ કલાક પાણી આવે તેવી ડાયરેક્ટ જાડાણની લાઈનોમાં કોનાં કેટલા કનેક્શન ક્યાં વિસ્તારમાં છે? તે અંગે વિગતે પ્રાદેશિક કમિશનર કચેરીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.