દામનગરના દહીંથરા ગામ નજીક અલખધણી ગૌશાળા પાસે દારૂની મહેફિલ માણતાં ત્રણ ઇસમો પોલીસ ઝપટે ચડ્‌યા હતા. પોલીસે દારૂની બોટલ, ત્રણ મોબાઇલ તથા કાર સિહિત ૭૦,૧૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. દામનગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.આર.સાંખટ વધુ તપાસ કરી રહ્યા છે. બગસરામાં રહેતા પંકજ કટેસીયા (ઉ.વ.૩૦) પાસેથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની ચાર બોટલ મળી હતી. પોલીસે ૧૬૮૦ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એ.જોષી વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં જેસીંગપરા પાસેથી બે યુવક દારૂની બોટલ સાથે પકડાયા હતા. જિલ્લામાં બે દિવસમાં કુલ આઠ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં લથડીયા ખાતા મળી આવ્યા હતા.