મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા ગુલાબરાવ પાટીલ એક નવા વિવાદમાં સપડાયા છે. તેમણે જલગાંવ જિલ્લાની શેરીઓની અભિનેત્રી હેમા માલિનીના ગાલ સાથે સરખામણી કરી હતી. આ ટિપ્પણી પર વિવાદ ઉભો થયો છે. રાજ્ય મહિલા આયોગે આ મુદ્દે કડક વલણ અપનાવતા મંત્રીને તેમના નિવેદન બદલ માફી માંગવા કહ્યું છે.
પાટીલની કથિત ટિપ્પણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જિલ્લામાં તાજેતરની બોધવડ નગર પંચાયતની ચૂંટણી દરમિયાન ચૂંટણી સભાને સંબોધિત કરતી વખતે મંત્રીએ કથિત ટિપ્પણી કરી હતી. તેમના ભાષણ દરમિયાન પાટીલે તેમના વિરોધીઓને તેમના મતવિસ્તારની મુલાકાત લેવા અને ત્યાં સારી ગુણવત્તાના રસ્તાઓ જાવા માટે પણ કહ્યું હતું.
જલગાંવ સીટના ઘણા વર્ષોથી ધારાસભ્ય રહેલા ભાજપના પૂર્વ નેતા એકનાથ ખડસે પર છૂપો હુમલો કરતા રાજ્યના પાણી પુરવઠા મંત્રી પાટીલે કહ્યું, “જે લોકો ૩૦ વર્ષથી ધારાસભ્ય હતા, તેમણે મારા વિધાનસભા મતવિસ્તારમાં આવીને રસ્તાઓ જાવા જાઈએ.” જા આ હેમા માલિનીના ગાલ જેવા નહીં હોય તો હું રાજીનામું આપી દઈશ.
રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચકાંકરે મંત્રી પાટીલની આ કોમેન્ટ પર નોંધ લીધી હતી અને જા તેઓ તેમની કોમેન્ટ માટે માફી નહીં માંગે તો તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે.