સ્ત્રી-પુરુષ સમાનતા, સ્ત્રી-દાક્ષિણ્ય, સ્ત્રીઓને સમાન અધિકાર – આ બધા શબ્દો ઉપર ઉપરથી સુંદર દેખાય છે. આવા શબ્દોથી સ્ત્રીઓને સારું લાગે, એ પણ સહજ છે. પરંતુ સ્ત્રીઓએ સમજી લેવું જાઇએ કે, આ બધા શબ્દો સ્ત્રીઓને ઘેનમાં નાખવાનું અફીણ પણ હોઇ શકે છે.

ચોર લોકો ઘેનની દવા પીવડાવી માલ લૂંટી જાય, એ જ રીતે કેટલાક ચાલાક લોકો આવા શબ્દોથી સ્ત્રીઓને ઘેનમાં સૂવડાવી પોતાના સ્વાર્થને સિદ્ધ કરતા હોય છે. મોટેભાગે પુરુષો પોતાની હરાડી કે ભ્રમર વૃત્તિને પોષવા માટે તેમજ પોતાના આર્થિક સામ્રાજ્યને સુદૃઢ કરવા માટે સ્ત્રી-સમાજને આવી માદક દવા પીવડાવી રહ્યા છે, મોટા પાયા ઉપર સ્ત્રીઓનું જ શોષણ કરી રહ્યા છે અને પોતાના ઉદ્યોગો વિકસાવી રહ્યા છે.

એકબાજુ સ્ત્રી-દાક્ષિણ્યની લોભામણી વાતો થઇ રહી છે, બીજી બાજુ સ્ત્રીઓને બજારની વસ્તુ બનાવાઇ રહી છે. બહેનોએ જ આ અંગે જાગૃતિ અને સમજદારી કેળવવી જાઇએ. નારી શક્તિ વિશ્વની શોભા છે એ વાત સાચી, પણ એ પ્રદર્શનની પુતળી નથી એ પણ સમજી રાખવું જાઇએ.

મર્યાદાનો લોપ કરવાથી પ્રાચીન ઋષિમુનિઓના પતન થયાં, એ જૂની ગણાતી કથાઓ કરતાંય આજની પરિÂસ્થતિ વધારે વિષમ બનેલી છે. કોર્પોરેટ ક્ષેત્ર હોય, સરકારી તંત્ર હોય, શિક્ષણ તંત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય ચારેય બાજુ મોટેભાગે અનેક સ્થળે બોસ અને સેક્રેટરીઓ વચ્ચે વિશ્વામિત્ર અને મેનકાના રોલ ભજવાઇ રહ્યા છે, જે બંધ આંખોએ દેખાય એવું સત્ય છે. સિનેમાઓના રૂપેરી પડદે મોહકતાનું કામણ પથરાઇ રહ્યું છે, પરંતુ આ સિનેજગતની અંદરની વાત કલ્પી ન શકાય એટલી હદે કદરૂપી છે. ખુદ સિનેજગતના નિષ્ણાતો આ વાત કબૂલી ચૂક્યા છે.