મનની મૂંઝવણ ટાળવા માટે મા-બાપ તેમજ ધર્મવૃદ્ધ બહેનોનો ખોળો અતિ ઉત્તમ સ્થાન છે, છતાં પોતાના મનની મૂંઝવણ પોતાના વિશ્વાસપાત્ર સંબંધીઓ દ્વારા જણાવી શકાય છે. ઘણી જગ્યાએ મંદિરોમાં પ્રોજેક્ટર સ્ક્રીન રાખવામાં આવે છે, જેને લીધે બહેનો સાધુઓનો પ્રત્યક્ષ સત્સંગ કરતા હોય, તેવો સંતોષ અને આનંદ માણી શકે છે. આ રીતે વૈજ્ઞાનિક સાધનોનો સદુપયોગ બહેનોના પ્રશ્નને હળવો કરી શકે છે. મહારાજના ઉપદેશની સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, બહેનોના વર્ગમાં બહેનોની જીજ્ઞાસાઓનું સમાધાન કરી શકે, તેવા સાધુઓ જેવા જ જ્ઞાનવૃદ્ધ, ધર્મવૃદ્ધ, ભક્તિવૃદ્ધ બહેનો તૈયાર થવા જાઇએ. જા આ કાર્ય થાય, તો બહેનોના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થાય. દુર્ભાગ્યે સત્સંગમાં આવા મહાન મુક્તાત્મા બહેનોની સંખ્યા ઘણી ઓછી છે, પરિણામે સમસ્યાઓ ઊભી થયેલી છે.ભગવાન શ્રીસ્વામિનારાયણ સાધનાની સુરક્ષા કરવા તો માગે જ છે પણ એમના અંતરનો બીજા ઉત્તમ આશય એ છે કે, બહેનો જ્ઞાન-કથાવાર્તાની દૃષ્ટિએ પણ પુરુષોને પરાધીન ન રહેવા જાઇએ. સાધુઓ જેમ વ્યાસપીઠે બેસીને કથાવાર્તા કરે છે, એ જ રીતે ભણેલાગણેલા આચારશીલ ગૃહસ્થાશ્રમી બહેનો અથવા સાંખ્યયોગી બહેનોએ વ્યાસપીઠોને દીપાવતા શીખવું જ પડશે, સુપાત્ર વિદ્વાનો પાસેથી શાસ્ત્રભ્યાસ કરવો જ પડશે. આધુનિક દેશ, કાળ, પરિસ્થિતિને સમજીને આધુનિક ભાષામાં યુવાન બહેનો-દીકરીઓની સમસ્યાનું યોગ્ય નિરાકરણ કરવું જ પડશે. આ પવિત્ર કાર્ય સાંખ્યયોગી બહેનો વધારે સારી રીતે કરી શકે તેમ છે. સત્સંગમાં સાંખ્યયોગી બહેનોનો વિશાળ સમુદાય છે, પરંતુ દુર્ભાગ્યે એમને યોગ્ય કેળવણી આપવાની વ્યવસ્થા બહુ ઓછી જાવા મળે છે. બહેનોની સમસ્યાઓના સમાધાન માટે બહેનો આગળ આવે એ જ માર્ગ ઉત્તમ છે. જ્યાં સુધી સંપ્રદાયના બહેનોમાં આ ક્ષમતા ન આવે, ત્યાં સુધી મધ્યમ માર્ગોથી કામ લેવાનું છે.