મોટાભાગની અભિમાની વ્યક્તિઓ પોતાની જાતને દ્દઢ આત્મવિશ્વાસુ સમજે છે. કેટલીક વ્યક્તિઓ આવા આત્મવિશ્વાસમાં રાચીને કઈ કેટલીય ઠોકરો ખાય છે.તો પણ તેમના સ્વભાવમાં ફેરફાર લાવતા નથી. તમે અભિમાની છો કે આત્મવિશ્વાસુ ? તે જાણવું હોય તો ભગવાનને માથા પર રાખીને ખૂબ જ ઇમાનદારીથી એ, બી, સી કે ડીમાંથી કોઇપણ એક કે જે તમારી સાથે બંધબેસતું હોય તેની ઉપર ટિક લગાવતા જાવઃ
(૧) તમે તમારી પોતાની નજરે કેવાં છો ?
(એ) સમજદાર (બી) આકર્ષક (સી) ખુશમિજાજ (ડી) સર્વગુણ સંપન્ન
(ર) કોઇ પરિચિત વ્યક્તિને તમારૂં ખોટું નામ યાદ રહી ગયું છે, તો તમે શું કરશો ?
(એ) તેમની ભૂલ દૂર કરવાનો પ્રયાસ જ નહીં કરો, કેમ કે કોઇ ત્રીજી વ્યક્તિ તમારૂં સાચું નામ તેમને કયારેકને કયારેક તો જણાવી જ દેશે.
(બી) તેમને ખુલ્લેઆમ ધમકાવશો કે, તમને મારૂં નામ સુધ્ધાં યાદ નથી.
(સી) તેમની ભૂલ સુધારવાની જવાબદારી કોઇ બહેનપણીને સોંપી દેશો.
(ડી) તેમની ભૂલને શાંતિપૂર્વક તમે જ સુધારી આપશો તે પણ ખુશીથી.
(૩) એક પરિચિત વ્યક્તિ મોટેભાગે તમને જાવા છતાંય જાયા ન જાયા કરીને સામેથી પસાર થઇ જાય છે. તમે શું વિચારશો ?
(એ) તે મારાથી આટલી બધી નારાજ કેમ છે ? મે તો એવી કોઇ ભૂલ કરી જ નથી.
(બી) ‘જાય ભાડમાં ! વાત કરવા ન માંગતી હોય તો…!’
(સી) ‘ નહીં, તે જાણી જાઇને અજાણી બની રહી નથી, પરંતુ તે કદાચ ખરેખર મને ભૂલી ગઇ હશે, મારે તેની સાથે ફરીથી વ્યવસ્થિત મુલાકાત કરવી પડશે.
(ડી) કોઇએ મારા વિશે ચડાવી હશે, એટલે બેનબા જાયું ન જાયું કરીને જાય છે. ખેર, હુંય બદલો વાળીશ.’
(૪) આમને – સામને થતી વાતચીત દરમિયાન તમે કેવી રીતે ઊભાં રહો છો ?
(એ) બંને હાથ કમર પર રાખીને, (બી) બંને હાથ છૂટા ખુલ્લા રાખીને
(સી) એક કે બંને હાથ સામી વ્યક્તિના ખભા પર મૂકીને
(ડી) બંને હાથ હલાવી – હલાવીને વાત કરો છો.
(પ) પૂરા કદના અરીસાની સામેથી પસાર થતી વખતે તમે તમારા પ્રતિબિંબમાં સૌથી પહેલા શેની પર નજર નાંખો છો ?
(એ) આંખોમાં નૂર અને ચહેરા પર વિશ્વાસ તો પૂરો છે ને ?
(બી) વસ્ત્રની ચમક – દમકમાં કોઇ કમી તો નથી ને ?
(સી) અદા – ચાલમાં સ્માર્ટ લાગો છો ને.
(ડી) એક હીરોઇનથી જરાપણ ઊતરતું રૂપ નથી.
(૬) ઉંમરના માત્ર ચાર – પાંચ વર્ષ નાની હોવા છતાં પડોશણ તમને એમ કહે કે, ‘ તમે મારી આદર્શ છો, હું તમારા જેવી જ બનવા માંગુ છું.’ આ સાંભળીને કયારેક તમે શું વિચારો છો ?
(એ) ‘કાશ ! મારામાં એવું કંઇક હોત કે ખરેખર હું તેમની આદર્શ બની શકું.’
(બી) ‘આ જન્મમાં તો તું મારી જેવી બની રહી બચ્ચું.’
(સી) ‘ તું મારા જેવી બની જ ન શકે.’
(ડી) ‘મારામાં એવું તે શું છે કે જે તેમને સ્પર્શી ગયું.’
(૭) તમારાથી તદ્દન ગરીબ સ્થિતિની કે અભણ વ્યક્તિ તમારી સાથે કોઇપણ પ્રકારની વ્યવહારૂ વાતચીત કરવા ચાહે તો તમે શું કરો છો ?
(એ) ‘ટાઇમ નથી’ એમ કહીને ટાળો છો.
(બી) સાંભળ્યું ન સાંભળ્યું કરીનેય સાંભળી લો છો.
(સી) એને ખોટું ન લાગે એટલા માટેય પ્રેમપૂર્વક સાંભળી લો છો.
(ડી) પ્રેમ અને ધ્યાનપૂર્વક સાભળીને જરૂરી વાતચીત કરી તેને હૈયાધારણ આપો છો.
એ, બી, સી કે ડી માંથી જેના પર તમે ટિક કરી હોય, તેના અંકો નીચે ચાર્ટમાં આપ્યા છે, સાતે સાત જવાબોના અંકનો સરવાળો કરી પરિણામ જુઓ ઃ
(એ) (બી) (સી) (ડી)
૧ પ ૩ ૪ ર
ર ર ૩ ૪ પ
૩ ૪ ૩ પ ર
૪ ૩ પ ર ૪
પ પ ૩ ૪ ર
૬ પ ર ૩ ૪
૭ ર ૩ ૪ પ
પરિણામ ઃ
* ૧૪ થી ર૦ માર્ક ઃ
તમે આત્મવિશ્વાસ અને અભિમાનની રેખા પર જ ઊભાં છો. અભિમાનના અંશને સવેળા ઓળખી લો અને નેસ્તનાબૂદ કરી દેશો તો તમે આત્મવિશ્વાસની નવી ઊંચાઇ પર પહોંચી શકશો.
* ર૧ થી ર૭ માર્ક ઃ
તમે તો શુભકામનાઓ સાથે કરેલી વાતોનીય પરવા નથી કરતા, આ ચોખ્ખું અભિમાન છે, આત્મવિશ્વાસ નહીં. અભિમાન સુખ – શાંતિને હણી નાખે તે પહેલાં બચી જાવ.
* ર૮ થી ૩પ માર્ક ઃ
તમારો આત્મવિશ્વાસ એટલો બધો વધારે કે ઓછો પણ નથી કે જે અભિમાન તરફ વળી જાય. ‘ લોકો કદાચ મને અભિમાની ન સમજી બેસે.’ આવા સકોચમાં રહ્યા વગર, તમારા આત્મવિશ્વાસમાં વૃધ્ધિ કરો.