ટી ૨૦ વર્લ્‌ડકપ ટૂર્નામેન્ટનો રવિવારની રાત્રિએ અંત આવ્યો. આ સાથે ટી ૨૦ વર્લ્‌ડકપમાં એક વિજેતા ટીમ ઉભરીને આવી, કે જેના વિશે એવુ કહેવાઇ રહ્યુ હતુ કે ઓસ્ટ્રેલિયાની ટીમ ટી ૨૦ વર્લ્‌ડકપમાં યોગ્ય પ્રદર્શન કરી શકતી નથી. જો કે હવે આ ટીમે તમામ તેના આલોચકોનું મોં બંધ કરી દીધુ છે. વળી બીજી તરફ ઇન્ડિયન ટીમનાં ફેન માટે આ ટૂર્નામેન્ટ એટલી સારી રહી નહી. ટીમ સેમિફાઈનલમાં પણ ન ઉતરી શકી.
સુપર-૧૨ તબક્કામાં, ભારતીય ક્રિકેટ ટીમે પાંચ મેચ રમી અને ત્રણમાં જીત મેળવી હતી, જ્યારે બે મેચમાં હાર થઈ હતી. હવે સવાલ એ થાય છે કે વર્લ્‌ડકપથી ભારતીય ક્રિકેટ ટીમને કેટલો ફાયદો થયો એટલે કે તેમને કેટલા પૈસા મળ્યા, તો તમને જણાવી દઈએ કે આ વર્લ્‌ડકપમાં ભારતીય ટીમને ૧.૪૧ કરોડ રૂપિયા મળ્યા છે. રિપોર્ટ્‌સ અનુસાર, ભારતીય ટીમને ટી ૨૦ વર્લ્‌ડકપમાં ભાગ લેવા માટે ૫૨.૦૪ લાખ રૂપિયા મળ્યા, જ્યારે ત્રણ મેચ
જીતવા પર દરેક જીત માટે ૨૯.૭૩ લાખ રૂપિયા મળ્યા. તે મુજબ ત્રણ મેચ જીત્યા બાદ ત્રણ મેચની ઈનામી રકમ ૮૯.૧૯ લાખ રૂપિયા હતી. વર્લ્‌ડકપમાં ભાગ લેવા માટે આમાં ૫૨.૦૪ લાખ રૂપિયા ઉમેરો તો આ રકમ ૧.૪૧ કરોડ રૂપિયા થઈ જોય છે.
ભારતીય ટીમ સેમિફાઈનલમાં નથી પહોંચી શકી તેને આટલું ઈનામ મળ્યું છે તો વિજેતા ટીમોને કેટલું ઈનામ મળ્યું હશે. તમને જણાવી દઈએ કે, વર્લ્‌ડકપનો ખિતાબ જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને લગભગ ૧૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. રનર અપ ન્યૂઝીલેન્ડને લગભગ ૬ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ સિવાય સેમિફાઈનલમાં પહોંચનારી બન્ને ટીમો એટલે કે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાનને લગભગ ત્રણ-ત્રણ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે આગામી ટી ૨૦ વર્લ્‌ડકપ વર્ષ ૨૦૨૨માં ઓસ્ટ્રેલિયામાં યોજોશે. આ વર્લ્‌ડકપ દુબઈમાં યોજોયો હતો. જોકે તેનું સત્તાવાર આયોજક ભારત હતું.