ટી ૨૦ ક્રિકેટમાં સિક્સરની મદદથી રનરેટમાં વધારો થાય છે. અનેક ક્રિકેટર એવા છે, જેઓ ટી ૨૦ ક્રિકેટમાં સિક્સર ફટકારવામાં ખૂબ જ ઉસ્તાદ છે. અનેક ભારતીય ખેલાડીઓ ટી ૨૦ ક્રિકેટ મેચમાં સિક્સર ફટકારવા માટે ખૂબ જ જોણીતા છે. વર્ષ ૨૦૦૬થી ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટ ટી ૨૦ ક્રિકેટ મેચની શરૂઆત થઈ હતી. ક્રિકેટ મેચમાં ટી ૨૦નું ફોર્મેટ ખૂબ જ પોપ્યુલર છે, જેમાં બેટ્‌સમેન ૨૦ ઓવરમાં ચોગ્ગા અને છગ્ગા ફટકારે છે.
ટી ૨૦ ક્રિકેટ મેચમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે રોહિત શર્મા ટોપ પર છે. રોહિત શર્મા ટી ૨૦ ક્રિકેટ મેચમાં સૌથી વધુ છગ્ગા મારનાર ભારતીય ખેલાડી છે. તેમણે ટી ૨૦ ક્રિકેટ મેચમાં ૧૫૦ સિક્સર ફટકારી છે અને ૨૮૪ બાઉન્ડ્રી પણ ફટકારી છે. ૧૧૧ ઇનિંગ્સમાં તેમણે ૪ સદી અને ૨૬ અડધી સદી ફટકારી છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના લિસ્ટમાં વિરાટ કોહલી બીજો નંબર પર છે. અત્યાર સુધીની ટી ૨૦ ક્રિકેટ મેચમાં કોહલીએ ૯૧ છગ્ગા અને ૨૯૦ બાઉન્ડ્રી ફટકારી છે. કોહલીએ અત્યાર સુધીમાં ટી ૨૦ ક્રિકેટ મેચમાં ૨૯ અડધી સદી ફટકારી છે.
યુવરાજ સિંહ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ગયો છે. આજ સુધી તેમનું નામ ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવામાં આજે પણ શામેલ છે. તેમણે ટી ૨૦ ક્રિકેટ મેચમાં ૭૪ છગ્ગા અને ૭૭ ચોગ્ગા ફટકાર્યા છે. લેફ્ટ હેન્ડેડ યુવરાજ સિંહે વર્ષ ૨૦૦૭ના ટી ૨૦ વર્લ્‌ડકપમાં ૧ ઓવરમાં જ ૬ સિક્સર ફટકારી હતી. ભારત માટે તેમણે ૫૮ ટી ૨૦ ક્રિકેટ મેચમાં ૮ અડધી સદી પણ ફટકારી છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના લિસ્ટમાં કે એલ રાહુલ ચોથા સ્થાન પર છે.રાહુલે ટી ૨૦ ક્રિકેટ મેચમાં ૭૩ સિક્સર ફટકારી છે. રાહુલ એક હાર્ડ-હિટિંગ બેટ્‌સમેન છે, જેમણે ૧૬૪ બાઉન્ડ્રી ફટકારી છે.ટી ૨૦ની ૫૨ મેચમાં તેમણે ૨ સદી અને ૧૬ અડધી સદી ફટકારી છે.
ટી ૨૦ ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના લિસ્ટમાં સુરેશ રૈના પાંચમા સ્થાન પર છે. તેમણે વર્ષ ૨૦૦૬થી વર્ષ ૨૦૧૮ સુધી ટી ૨૦માં ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમણે ટી ૨૦ ક્રિકેટમાં મેચમાં ૫૮ છગ્ગા ફટકાર્યા હતા અને ૧૪૫ બાઉન્ડ્રી પણ ફટકારી હતી. સુરેશ રૈનાએ ૬૬ ઇનિંગ્સમાં ટી ૨૦માં ૧ સદી અને ૫ અડધી સદી ફટકારીને ૧,૬૦૫ રન કર્યા છે.