ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલીને સાયબર ઠગ્સ દ્વારા ૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે, ત્યારબાદ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો છે. એક પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, બેન્ક અધિકારી તરીકે દેખાતા એક વ્યક્તિએ કાંબલીને ફોન કર્યો હતો અને તેને એક ‘લિંર્ક મોકલી હતી. કાંબલીએ જેવી તે લિંક ખોલી, થોડા સમય પછી તેના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ અંગે ભારતીય દંડ સંહિતાની કલમ ૪૨૦ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જાગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને આરોપીની શોધ ચાલુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જણાવી દઇએ કે, આ એક એવી વસ્તુ છે, જેના કારણે સામાન્ય લોકો ખૂબ જ પરેશાન છે અને તાજેતરનાં વર્ષોમાં આવી અસંખ્ય ઘટનાઓ બની છે, પરંતુ હવે આ ગુનેગારોનું મનોબળ એટલું વધી ગયું છે કે હવે તેઓએ સેલિબ્રિટીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું છે.
જા કે હવે જાવાનું એ રહે છે કે, કાંબલી સાથેનાં આ છેતરપિંડીનાં કેસમાં તેમને કેટલો જલ્દી ન્યાય મળે છે કે પછી સાયબર પોલીસ ગુનેગારો સુધી પહોંચે છે કે નહીં કારણ કે આ કેસોમાં સામાન્ય લોકોને ભારે હાલાકી અને નિરાશાનો સામનો કરવો પડે છે. અને જ્યારે કાર્યવાહી યોગ્ય રીતે કરવામાં આવતી નથી, ત્યારે છેતરપિંડીનો ભોગ બનેલા લોકો પણ ચુપચાપ બેસી રહે છે.