દેશની અગ્રણી કંપનીઓમાંની એક ઝાયડસ કેડિલા તરીકે ઓળખાતી કેડિલા હેલ્થકેર લિમિટેડ એક છે. ત્યારે ઝાયડ્‌સના ચેરમનની ઇમ્ૈંના સેન્ટ્રલ બોર્ડમાં નિયુક્ત કરવામાં આવી છે. ઝાયડ્‌સના ચેરમન પંકજ પટેલની ૪ વર્ષ માટે આરબીઆઇમાં વરણી કરાઈ છે. એસીસીએ ૪ વર્ષ માટે પ્રસ્તાવને મંજૂરી આપી છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કેડિલા હેલ્થકેર લિમિટેડના ચેરમેન પંકજ આર. પટેલને આરબીઆઇના સેન્ટ્રલ બોર્ડમાં નિયુક્ત કર્યા છે. કંપનીએ આ અંગે મંગળવારે માહિતી આપી હતી. કેબિનેટની નિમણૂંક સમિતિએ તેમની નિમણૂકની સૂચનાની તારીખથી ચાર વર્ષના સમયગાળા માટે અથવા આગળના આદેશો સુધી બેમાંથી જે વહેલું હોય તે માટે નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
પંકજ પટેલ હાલમાં બોર્ડ ઓફ ગવર્નર્સ એન્ડ સોસાયટી,આઇઆઇકેપી ઉદયપુરના અધ્યક્ષ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ,અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય છે. તેઓ ઈન્વેસ્ટ ઈન્ડિયા, મિશન સ્ટીયરીંગ ગ્રુપ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ડ્રગ ટેકનિકલ એડવાઈઝરી બોર્ડ સહિત અન્ય ઘણી સંસ્થાઓના સભ્ય છે.