રાજુલામાં રહેતા અને હિરા ઘસવાનું કામ કરતાં એક યુવકે ઝાંઝરડા ગામના યુવકોને તેની માતાની મજાક કરવા બદલ ઠપકો આપ્યો હતો. જેને લઈ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે બાલાભાઈ વાઘાભાઈ પરમાર (ઉ.વ.૩૬)એ ઝાંઝરડા ગામે રહેતા રાજુભાઈ દેવશીભાઈ, જીગ્નેશભાઈ દેવશીભાઈ, કિરણ દેવશીભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપીએ તેમના બાની મજાક કરતા હતા. જે બાબતે બોલાચાલી થતાં ત્રણેય આરોપીએ તેમને લોખંડના પાઇપ વડે માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ એન.બી.સિંધવ વધુ તપાસ કરી રહ્યા છે.