અમરેલીમાં પોલીસ જુગારની બદીને દૂર કરવા સતત કામગીરી કરી રહી છે. જિલ્લામાં પોલીસે બે સ્થળેથી સાત જુગારીને ઝડપી લીધા હતા, જયારે એક ફરાર થઈ ગયો હતો. બાબરાના કરિયાણા રોડ ઉપર આવેલા ખોડીયાર પરા વિસ્તારમાંથી વિજયભાઈ કાવઠીયા, મહેશભાઈ વસાળા, સંજયભાઈ વઢીયારા, સંજયભાઈ મકવાણા જાહેરમાં જુગાર રમતાં રોકડા ૧૨,૮૫૦ સાથે ઝડપાયા હતા. પોલીસે રોકડ, બે મોટર સાઇકલ સહિત ૩૦,૮૫૦ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી ધોરણસરની કાર્યવાહી કરી હતી. બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કે.ડી.રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે.
જ્યારે અન્ય એક સ્થળેથી ઝડપાયેલ જુગારધામમાં ચિતલ ગામેથી ધીરૂભાઈ ખાટરીયા, અનિલભાઈ સાડમીયા તથા ગુંજનભાઈ ઉર્ફે વિશાલ મુંડરીયા જુગાર રમતાં રોકડા ૩૧૨૦ સાથે ઝડપાયા હતા. જ્યારે એક ઇસમ ફરાર થઈ ગયો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ જે.કે.ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.