અમરેલી જિલ્લામાં પોલીસની ડ્રિન્ક એન્ડ ડ્રાઇવમાં સતત ચોથા દિવસે ૭૦થી વધુ શરાબી પોલીસ ઝપટે ચડ્‌યા હતા. જિલ્લામાં વિવિધ સ્થળેથી પોલીસે ૭૯ નશાખોરોને ઝડપી લોકઅપ ભેગા કરીને નશો ઉતારી નાંખ્યો હતો. દામનગર, દુધાળા ચેક પોસ્ટ, ચલાલા, બગસરા, જાફરાબાદ, ભેરાઈ, પટવા, મોટી કુંકાવાવ, ખાંભા, જાનબાઈ દેરડી, જોલાપર ગામના પાટીયે, રોહિસા, સાવરકુંડલા, મોટા જીંજુડા, રાજુલા, ટીંબી ચેક પોસ્ટ, લીલીયા, બાબરા, વંડા, અમરેલી સહિતની જગ્યાએથી મળી કુલ ૭૯ શરાબીઓ પોલીસ પકડમાં આવ્યા હતા.