અમરેલી જિલ્લામાં દિવાળીની રજામાં બહારગામ વસતાં અનેક લોકો આવ્યા છે. જે પૈકી ઘણા લોકો દારૂ પીવાની કુટેવવાળા હોય છે. અમરેલીમાંથી જાફરાબાદ, રાજુલા, દુધાળા ચેક પોસ્ટ, ખાંભા ટી પોઈન્ટ, મજાદર ગામના પાટીયા પાસે, ધારી, બગસરા, ચલાલા, દામનગર, વિજપડી, સમઢીયાળા, વિકટર, મોટા કુંકાવાવ, વડિયા, અમરાપરા, બાબરા, સાવરકુંડલા, ટીંબી ચેકપોસ્ટ, લીલીયા, અમરેલી સહિતની જગ્યાએથી ૬૨ ઈસમો પીધેલી હાલતમાં ટુ વ્હીલ, ફોર વ્હીલ ચલાવતાં ઝપટે ચડ્‌યા હતા. જેમાં સુરત, ભાવનગરના લોકો પણ હતા. વિવિધ સ્થળેથી ૧૩ લોકો કેફી પીણું પીધેલી હાલતમાં લથડિયા ખાતાં ઝડપાયા હતા.