સણોસરામાં રહેતી એક સગીરાને ધારીનો યુવક બદકામના ઈરાદે ભગાડી ગયો હતો. જે અંગે પોલીસ ફરિયાદ થયા બાદ યુવકની અટકાયત કરવામાં આવી હતી. આ યુવક જામીન પર છૂટ્યા બાદ ફરીથી સગીરાને ભગાડી ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેને લઈ સગીરાના પિતાએ ધારીમાં રહેતા મયુરભાઈ રમેશભાઈ માધડ સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપી તેની દીકરી સગીર વયની હોવાનું જાણવા છતાં ધારી મુકામેથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી અપહરણ કરી લઇ ગયો હતો. આ ગુનામાં તેની અટક કરી જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા બાદ ગુજરાત હાઇકોર્ટમાંથી જામીન મળતા જામીન મુકત થયો હતો. તે કોર્ટની શરતોને આધિન જામીન મુકત થયો હોવાનું જાણવા છતાં તેમની દીકરીને ફરી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી ભગાડીને લઈ ગયો હતો. અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેક્ટર એમ.બી.નકુમ વધુ તપાસ કરી રહ્યા છે. બાબરાના જામબરવાળા ગામે રહેતી સગીરાને ધંધુકાના ફેદરા ગામે રહેતો મનોજભાઈ ભુદરભાઈ કાવઠીયા લગ્નની લાલચે બદકામના ઈરાદે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાબરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા વધુ તપાસ કરી રહ્યા છે.