જાફરાબાદ પાલિકામાં ઈફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના હસ્તે ત્રિકોણ બાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. આ તકે પાલિકા પ્રમુખ કોમલબેન સરમણભાઇ બારૈયા, સરમણભાઇ બારૈયા, ચેતનભાઈ શિયાળ, જીવનભાઇ બારૈયા, નારણભાઇ, ભગુભાઈ સોલંકી, ભાજપ આગેવાનો અને મહિલા કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા સાથોસાથ કોર્ટના પટાંગણમાં જજ સાહેબના હસ્તે વૃક્ષારોપણ કરાયુ હતું. આ તકે બાર એસોસિએશનના પ્રમુખ શૈલેષભાઇ વઢવાણા તેમજ વકીલ મિત્રો હાજર રહ્યાં હતા તેમજ તાલુકા પંચાયત ખાતે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં ટીડીઓ સોનાગરા, નાજભાઈ, કરશનભાઈ ભીલ અને વન કર્મીઓ દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતું.