દિલ્હીની એક કોર્ટે શનિવારે જહાંગીરપુરી હિંસા કેસના એક આરોપીને બીએની પરીક્ષામાં હાજર રહેવા માટે વચગાળાના જોમીન આપ્યા છે. રોહિણી જિલ્લા કોર્ટના એડિશનલ સેશન્સ જજ ગગનદીપ સિંહે સૂરજ સરકારને ૧૮ જૂન, ૨૦૨૨ સુધી વચગાળાના જોમીન આપ્યા હતા. કોર્ટે તેને રૂ. ૫૦,૦૦૦ની જોમીનગીરી અને એટલી જ રકમના જોમીન બોન્ડ આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે આરોપીઓને તપાસ અધિકારીને અગાઉથી જોણ કર્યા વિના દિલ્હી ન છોડવાનો આદેશ પણ આપ્યો છે.
તેણે તેના તમામ મોબાઈલ નંબર અને તેનું સરનામું આપવાનું રહેશે. ૧ જૂનના આદેશમાં કહેવામાં આવ્યું છે કે તેણે દરેક વૈકલ્પિક દિવસે તપાસ અધિકારી સમક્ષ હાજર રહેવાનું રહેશે.
બેચલર ઓફ આર્ટસ (બીએ)ના ચોથા સેમેસ્ટરની પરીક્ષામાં બેસવા માટે વચગાળાના જોમીન મેળવવા આરોપી વતી અરજી દાખલ કરવામાં આવી હતી. આરોપીના વકીલે કોર્ટને જણાવ્યું કે આરોપી બીએનો વિદ્યાર્થી છે અને તેની પરીક્ષા ૩ જૂનથી ૨૮ જૂન, ૨૦૨૨ દરમિયાન થવાની છે.
એડવોકેટ વતી એવું પણ કહેવામાં આવ્યું હતું કે, આરોપીના માતા-પિતાએ સત્યવતી કોલેજ સેન્ટરમાં પરીક્ષા આપવા માટે પરીક્ષાની હોલ ટિકિટ મેળવી લીધી છે. જો તેને પરીક્ષામાં બેસવા માટે વચગાળાના જોમીન આપવામાં નહીં આવે તો તેનું ભવિષ્ય બરબાદ થઈ જશે.
ફરિયાદ પક્ષે વાલીઓએ મેળવેલી પરીક્ષા અને હોલ ટીકીટની હકીકતની ખરાઈ કરી હોવા છતાં આરોપી રાયોટીંગના ગંભીર ગુનામાં સંડોવાયેલ હોવાનું જણાવી અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો. જોમીન મળવા પર તે ન્યાયથી ભાગી શકે છે. કોર્ટે તમામ હકીકતો અને સંજોગોને ધ્યાનમાં લીધા બાદ આરોપીને પરીક્ષામાં બેસવા માટે અનેક શરતો મૂકીને વચગાળાના જોમીન મંજૂર કર્યા હતા.
આ મામલો ૧૬ એપ્રિલના રોજ દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતી શોભાયાત્રા દરમિયાન બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સાથે સંબંધિત છે, જેમાં આઠ પોલીસ કર્મચારીઓ અને એક નાગરિક સહિત નવ લોકો ઘાયલ થયા હતા.