બાબરા તાલુકાના ધરાઈ ગામે બિરાજમાન બાલમુકુંદ પ્રભુને આંગણે દર્શન કરવા પધારેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરશોત્તમભાઈ રૂપાલાનું ધરાઈ હવેલી ટ્રસ્ટ વતી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રામભાઈ સાનેપરા, મુખ્યાજી ધર્મેન્દ્રભાઈ જાષી, બાલમુકુન્દભાઈ, મિતુલભાઈ, જીતુભાઇ તથા મુખ્યાજી પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.