આઝમગઢ લોકસભા પેટાચુંટણી માટે ભાજપના ઉમેદવાર દિનેશલાલ યાદવ (નિરહુઆ) ક્ષેત્રમાં સતત પ્રચાર કરી રહ્યાં છે આ દરમિયાન તેમણે રાનીપુર રાજમોમાં જોહેરસભાને સંબોધન કર્યું હતું.નિરહુઆએ યુપીના પૂર્વ મુખ્યમંત્રી અને આઝમગઢથી સાંસદ રહેલ અખિલેશ યાદવ પર પ્રહારો કર્યા હતાં.
નિરહુઆએ કહ્યું કે જનતા તરફથી ખુબ પ્રેમ મળી રહ્યો છે અને આ વખતે જનતાએ નક્કી કર્યું છે અહીં કમળ ખિલવવાનું છે હું અખિલેશ યાદવને પડકાર આપવા માટે આવ્યો નથી જનતાએ અખિલેશને પોતાનો પ્રેમ આપ્યો હતો પરંતુ તે બેઠક છોડી ચાલ્યા ગયાં નિરહુઆએ કહ્યું કે સમાજવાદી પાર્ટીના સમીકરણોને તોડવાની જરૂરત નથી જે ધારાસભ્યને ચુંટયા તે સત્તામાં ન હોવાના રોતડા રોવે છે જનતાએ હવે કમળની સાથે જવાનો નિર્ણય કર્યો છે જનતાની વચ્ચે રહીશ અને તેમનું કામ કરીશ.
સપા ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવથી પડકાર પર નિરહુઆએ કહ્યું કે હું અહીં જનતા માટે આવ્યો છું.કમળ પર બેસી લક્ષ્મી મા આવશે જીતનું માર્જિગ શું હશે તે જનતા નક્કી કરશે.
એ યાદ રહે કે ૨૦૧૯ની લોકસભા ચુંટણીમાં આઝમગઢ બેઠક પરથી દિનેશ લાલ યાદવને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે હરાવ્યા હતાં આ પહેલા ૨૦૧૪માં ભાજપના ઉમેદવાર રમાકાંત યાદવ આ બેઠકથી સતા સંરક્ષક મુલાયમસિંહ યાદવથી ચુંટણી હારી ગયા હતાં.
એ યાદ રહે કે ઉત્તરપ્રદેશની આઝમગઢ લોકસભા બેઠક માટે થઇ રહેલ પેટાચુંટણી પર બધાની નજર લાગેલી છે આઝમગઢને સપાનો ગઢ અને મુલાયમસિંહ પરિવારનો મજબુત કિલ્લો માનવામાં આવી છે.મોદી લહેર હોય કે યોગી લહેર કયારેય પણ આઝમગઢમાં ભાજપના સારા દિવસો આવ્યા નથી.