છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસના કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષની સામે બે નેતાઓ વચ્ચે કહેવાતી હાથાપાઇ થઇ હતી આ ઘટના બાદ પાર્ટીએ એક નેતાને બરતરફ કર્યા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ કહ્યું કે રાજયના પાટનગર રાયપુર ખાતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય રાજીવ ભવનના મુખ્ય દરવાજોની બરોબર સામે પાર્ટીના મહામંત્રી અમરજીત ચાવલા અને પૂર્વ સચિવ સુશીલ સન્ની અગ્રવાલ વચ્ચે વિવાદ થયો હતો અને આ વિવાદ બાદ પાર્ટીએ અગ્રવાલને બરતરફ કરી દીધા છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી મહામંત્રી રવિ ધોષના નામથી અગ્રવાલે જોરી બરતરફના આદેશમાં કહેવામાં આવ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સામે મીડિયાની હાજરીમાં જોહેરમાં પ્રગેશ મહામંત્રી અમરજીત ચાવલાની સાથે કરવામાં આવેલ અભદ્ર વ્યવહારને લઇ પ્રદેશ અધ્યક્ષ મોહન મરકામે નારાજગી વ્યકત કરી છે અને અનુશાસનાત્મક કાર્યવાહીનો આદેશ આપ્યો છે.આથી અગ્રવાલને પાર્ટીમાંથી પ્રાથમિક સભ્ય પદેથી તાકિદે બરતરફ કરવામાં આવે છે.
એ યાદ રહે કે કાર્યાલયમાં કહેવાતી હાથાપાઇની આ વીડિયો સોશલ મીડિયા પર પણ વાયરલ થઇ હતી વીડિયોમાં મરકામની હાજરીમાં અગ્રવાલ ચાવલા તરફ ગુસ્સામાં આગળ વધતા નજરે આવી રહ્યાં છે અને કેટલાક અન્ય નેતા બંન્ને નેતાઓને સમજોવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બરતરફ નેતા અગ્રવાલ છત્તીસગઢ ભવન અને અન્ય સંનિર્માણ કર્મકાર કલ્યાણ મંડળના અધ્યશ્ર પણ છે.