છત્તીસગઢમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડીઝલની સમસ્યા બનેલ છે કહેવાય છે કે પેટ્રોલિમ પદાર્થોની આવક ન થવાને કારણે પેટ્રોલ પંપ સંચાલકોની ડિમાંડ પુરી કરી શકતા નથી જેને કારણે હવે સંકટ ઘેરૂ બની રહ્યું છે.હવે રાજયના મુખ્યમંત્રી ભુપેશ બધેલે કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીને આ સંબંધમાં પપત્ર લખ્યો છે.
મુખ્યમંત્રીએ આ પત્રમાં કહ્યું છે કે છેલ્લા એક બે મહિનાથી રાજયમાં પેટ્રોલ ડીઝલનો પુરવઠો ઓછો થઇ રહ્યો છે હિન્દુસ્તાન પેટ્રોલિયમના છત્તીસગઢના ૭૫૦ રિટેલ આઉટલેટ છે.પરંતુ પેટ્રોલ ડીઝલની નિયમિત પુરવઠો નહીં થવાને કારણે અનેક દિવસ સુધી બંધની સ્થિતિતિ બની રહી છે.
મુખ્યમંત્રીએ પત્રમાં આગળ લખ્યું છે કે રાજય કૃષિ પ્રધાન છે આથી ચોમાસા આવવાને કારણે અહીં કૃષિ સંબંધિત કાર્ય શરૂ થઇ ચુકયા છે પરંતુ કિસાનોને ડીઝલ મળી રહ્યું નથી આથી તેમને પરેશાની થઇ રહી છે.આ ઉપરાંત ગામોમાં ડીઝલ નહીં મળવાને કારણે આવશ્યક સેવા એમ્બ્યુલન્સ અને પરિવહનના અન્ય સાધનોને લઇને પણ સામાન્ય જનતાને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
મુખ્યમંત્રીએ કેન્દ્રીય મંત્રીને વિનંતી કરી છે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ,ભારત પેટ્રોલિયમ અને ઇડિયન ઓઇલના છત્તીસગઢમાં આવેલ ડીપોમાં નિયમિત સપ્લાઇ કરાવવામાં આવે જેથી કિસાનો અને સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો ના પડે એ યાદ રહે કે રાજયના અનેક પેટ્રોલ પંપ સંચાલક એ કહી ચુકયા છે કે એડવાંસ પૈસા જમા કરાવવા છતાં પણ કંપનીઓ માંગ અનુસાર પેટ્રોલ ડીઝલનો પુરવઠો આપી રહ્યાં નથી