ચલાલામાં જૂની માથાકૂટમાં એક યુવકની માતાને ગાળો આપવામાં આવી હતી તથા તેના બીજા પુત્ર સાથે ઝપાઝપી કરી પાટું મારવામાં આવ્યું હતું. આ અંગે ચલાલામાં રહેતા સવીતાબેન સોમાભાઈ દાફડા (ઉ.વ.૬૦)એ વિપુલભાઈ સવાભાઈ દાફડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ચોપડે જાહેર થયેલી બનાવની વિગત પ્રમાણે, વિપુલભાઈએ તેમને તેના ઘર પાસે બોલાવી તારો દીકરો રાજકોટથી આવ્યો તે ક્યાં છે, તેની સાથે જુનો વાંધો છે, હું તેને છોડવાનો નથી તેમ કહ્યું હતું. જેથી તેમણે તે ક્યાં છે તેની મને ખબર નથી. અત્યારે તું જતો રહે તેમ કહેતા ગાળો આપવા લાગ્યો હતો. આ સમયે તેમનો બીજો દીકરો આવતા તેને પણ ગાળો આપી હતી અને તેની સાથે ઝપાઝપી કરી હતી. આ અંગે ચલાલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આઈ.જી.કાલીયા વધુ તપાસ કરી રહ્યા છે.