મોટી કુંકાવાવના વતની ડો. ભારતીબેન જી. બોરડે મોટી કુંકાવાવ સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ડો. ભારતીબેને ‘આરોગ્ય માટે સજીવ ખેતીનું મહત્વ’ વિષય પર વાત કરી છે જેનું આકાશવાણી-રાજકોટ દ્વારા તાજેતરમાં રેકો‹ડગ કરવામાં આવ્યું છે અને તા. ૧૧-ડિસે.ના રોજ સાંજે ૭.ર૦ વાગ્યે “ગામનો ચોરો” કાર્યક્રમમાં પ્રસારિત થશે. આ કાર્યક્રમ આકાશવાણી, રાજકોટના ૩૭૦.૩ એમટીઆરએસ/૧૮૦ કેએચઝેડ કેન્દ્ર ઉપર સાંભળી શકાશે. ડો. ભારતીબેને
લોકજાગૃતિ વિષયક આ કાર્યક્રમના રેકો‹ડગ અને પ્રસારણ માટે આકાશવાણીની આયોજક ટીમનો આભાર વ્યક્ત
કર્યો હતો.