ગોંડલ-જેતપુર નેશનલ હાઇ-વે પર ખાનગી બસ પલટી મારી જતા ૧પ જેટલા લોકોને ઇજા પહોંચી હતી. ૧૦૮ દ્વારા તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ચરખડીના પાટિયા પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. સીટીરાઇડ બસ પલટી મારી ગઇ હતી. જેમાં સવાર ૧પ જેટલા લોકો ઘવાયા હતા. જેમાં ૬ જેટલા મુસાફરોને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.