કોંગ્રેસેના પૂર્વ પ્રધાન ખુમાનસિંહ વાંસિયા ગાંધીનગરના કમલમ ખાતે ભાજપમા સામેલ થયા છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ખુમાનસિંહ વાસિયાએ ભાજપનો ખેસ ધારણ કર્યો. જોકે ભાજપમાં સામેલ થતા તેઓ દારુબંધીના વિવાદિત નિવેદનના કારણે ચર્ચામાં આવ્યા. તેઓએ કહ્યું કે તેમુ વ્યકિતગત માનવુ છે કે, ગુજરાતમાં દારુબંધી હટવી જોઈએ.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગાંધીનગરના કમલમ ખાતે ભાજપમાં ભરતી મેળો ચાલી રહ્યો છે. ૨ જૂનના રોજ હાર્દિક પટેલે કેસરીયો ધારણ કર્યો હતો. તો આજે ફરી ભાજપમાં ફરી વેલકમ પાર્ટી યોજોઇ છે. ભાજપમાંથી ચૂંટણી લડી પ્રધાન બનેલા અને શકરસિંહ વખતે ભાજપમાંથી અલગ થઈ રાજપામાં જનાર અને ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં જંબુસર બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ભરૂચ જિલ્લાના નેતા ખુમાનસિંહ વાસીયા ભાજપમાં જોડાયા. આ ઉપરાત ગુજરાત કોંગ્રેસના પૂર્વ મહામંત્રી દલપત વસાવા છેલ્લી ઘડી એ જોડાયા નહિ. આજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા.
રાજ્યના પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા ભાજપમાં જોડાતાની સાથે ખુમાનસિંહ વાસીયાએ વિવાસ્પદ નિવેદનથી ચારેકોર ચકચાર મચી જવા પામી છે. ખુમાનસિંહ વાસીયા અતિઉત્સાહમાં આવી બેબાક નિવેદન આપી દેતા વિવાદ વંટોળ ઉભો થયો છે. જેમાં ગુજરાતમાં દારૂબંધી હટાવી લેવી જોઇએ મારુ વ્યકિતગત માનવુ છે કે રાજ્યમાંથી દારૂબંધી હટાવી લેવી જોઇએ આગાઉ પણ ખરાબ દારૂ મળતો હોવાની રજૂઆત કરી દારૂબંધી હટાવી લેવાની વાત કહી છે.
આ નિવેદન લઇ કોંગ્રેસ ખુમાનસિંહને આડેહાથી લીધુ હતો કોંગ્રેસ પ્રવક્તા મનીષદોશી ભાજપ પ્રહાર કરતા કહ્યુ કે રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પૂરતી સિમીત છે. બુટલેગરો બેફામ બની દારૂની રેલમછેલ કરી રહ્યા છે. રાજ્યમાં ઠેર-ઠેર દારૂના અડ્ડાઓ બેફામ ધમધમી રહ્યા છે. રાજ્યના મોટામાં મોટા બુટલેગરો મુખ્યમંત્રીઓનો સન્માન કરે છે ફુલહાર પહેરાવે છે તો એનાથી વિશેષ શું કહેવુ નર્મદા સુપરિટેન્ડનએ રાજ્ય સરકારના પત્ર લખ્યો અસમાજિક તત્વો દારૂના ખેપિયાઓની પોલીસ પાયોલોટિંગ કરે છે જેને લઇ મને મારા જિલ્લામાં નિષ્પક્ષ અને ઇમાનદાર પોલીસ કર્મી જોઇએ છે મનીષદોશી સરકારને દારૂબંધીના મામલે બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો