૧૬૦૦ કિલોમીટરનો દરિયાકાંઠો ધરાવતુ ગુજરાત આંતરરાષ્ટ્રિય ડ્રગ માફીયાઓનો અડ્ડો બની ગયુ હોય તેમ એક જ વર્ષમાં રેકોર્ડબ્રેક ૧૬૧૭ કરોડના માદક દ્રવ્યો પકડાયા છે. સતાવાર આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં ૬૭૩૦૪ કિલો માદક દ્રવ્યો પકડાયા છે તે ગત વર્ષની સરખામણીએ ૮૦૦ ગણા વધુ છે.ગત વર્ષે ૨૦૨૦માં ૧૯૫ કરોડની કિંમતનું ૧૨૪૫૮ કરોડનું ડ્રગ્ઝ પકડાયું હતું. ચાલુ વર્ષે પકડાયેલા વિવિધ માદક દ્રવ્યોમાં હેરોઈન, ચરસ, અફીણ, ગાંજા ઉપરાંત સિન્થેટીકસ ડ્રગ્ઝનો સમાવેશ થાય છે. ગત સપ્ટેમ્બરમાં મુંદ્રા પોર્ટથી પકડાયેલો ૩૦૦૦૦ કિલો હેરોઈનનો જથ્થો સમગ્ર દેશમાં સૌથી મોટો છે.પોલીસ અધિકારીઓના સૂત્રોના કહેવા પ્રમાણે ગુજરાતનો લાંબો દરિયાકાંઠો ડ્રગ્ઝ માફીયાઓ માટે આશિર્વાદરૂપ બને છે અને ત્યાંથી પંજાબ પહોંચાડી દેવાય છે. જા કે, હવે ગુજરાત તથા પાડોશી મહારાષ્ટÙમાં ડ્રગ્ઝની સપ્લાય વધી છે. આ સિવાય અફઘાનીસ્તાનમાં તાલીબાન શાસન આવ્યા બાદ ડ્રગ્ઝ માફીયાઓએ ફટાફટ સ્ટોક ખાલી કરવાનું શરુ કર્યુ હતું. આ કારણે પણ મોટીમાત્રામાં ડ્રગ્ઝ પકડાયુ છે. ઓગષ્ટમાં તાલીબાનનું રાજ આવ્યા બાદ મુંદ્રા ઉપરાંત એટીએસ દ્વારા મધદરિયે બે ઓપરેશન પાર પાડીને એકમાં ૩૫ કિલો તથા એકમાં ૭૭ કિલો હેરોઈન પકડયુ હતું. ઉપરાંત મોરબી નજીકથી ૧૪૬ કિલો ડ્રગ્ઝ પકડયુ હતું.આ તમામ માલ અફઘાનીસ્તાનથી જ આવ્યો હતો. અફઘાન, પાકિસ્તાન તથા ઈરાન જેવા દેશોના ડ્રગ્ઝ માફીયાઓની સંડોવણી ખુલી છે.સુરક્ષા એજન્સીના એક સીનીયર અધિકારીએ કહ્યું કે ભૂતકાળમાં ગુજરાતનો દરિયાઈ વિસ્તાર ‘ટ્રાન્ઝીટ પોઈન્ટ’ તરીકે ગણના પામતો હતો. હવે રાજયમાં જ ડ્રગ્ઝનું સેવન ઘણુ વધી ગયું છે. કુરીયર મારફત અમેરિકા-કેનેડાથી ડ્રગ્ઝ મંગાવવાના પેકેટનો ભાંડો ફુટયો જ હતો. ખંભાળીયા-સલાયા જેવા નાના શહેરોમાંથી પણ માદક પદાર્થો પકડાયા હતા તેના આધારે ગ્રામ્ય ભાગોમાં પણ ડ્રગ્ઝનું સેવન થતુ હોવાની શંકા દ્દઢ બને છે.બે વર્ષમાં ગુજરાતમાંથી કેટલું ડ્રગ્ઝ પકડાયુ? ૨૦૨૧

માદક દ્રવ્ય – કેસ – આરોપી – જપ્ત જથ્થો – રકમ

હેરોઈન –       ૮ – ૩૫ – ૩૧૩ – કિલો – ૧૫૬૨ કરોડ

સિન્થેટીક ડ્રગ્ઝ – ૧૦૨ – ૧૭૫ – ૨૭૪૬ કિલો – ૩૫ કરોડ

ગાંજા – ૩૦૧ – ૪૨૫ – ૬૩૩૯ કિલો – ૧૬.૫૪ કરોડ

ચરસ – ૧૯ – ૩૪ – ૮૫ કિલો – ૧.૪૬ કરોડ

અફીણ – ૨૦ – ૨૭ – ૭૬૪ કિલો – ૮૩.૪૯ લાખ

કુલ – ૪૫૦ – ૬૯૬ – ૬૭૩૦૬ કિલો – ૧૬૧૭ કરોડ

૨૦૨૦

હેરોઈન – ૫ – ૧૪ – ૩૬ – ૧૭૬ કરોડ

સિન્થેટીકડ્રગ્ઝ – ૪૮ – ૪૮૬ – ૪૫૭૦ – ૭.૫૫ કરોડ

ગાંજા – ૨૨૦ – ૩૦૪ – ૬૬૫૯ કિલો – ૬ કરોડ

ચરસ – ૧૭ – ૨૩ – ૨૬૭ કિલો – ૫ કરોડ

અફીણ – ૨૦ – ૨૬ – ૯૨૭ કિલો – ૬૭ લાખ