સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે એક પરિણીતા તેના પતિને બોલાવવા ગઈ ત્યારે કેટલીક મહિલા તેની સાથે ઘરેણા મુદ્દે બોલાચાલી કરીને ગાળો આપતી હતી. જેથી પરિણીતાએ ગાળો આપવાની ના પાડતાં તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે નયનાબેન દિનેશભાઇ ગોહીલ (ઉ.વ.૨૫)એ તેમના જ ગામના જનકબેન ઉર્ફે જાનવીબેન મુનાભાઇ તથા ઝરખીયા ગામના ધનસુખભાઈ હેમુભાઈ તથા જયસુખભાઈ હેમુભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ બે દિવસ પહેલા બપોરે સાડા બાર વાગ્યે નયનાબેન તેમના પતિને બોલાવવા ગયા ત્યારે આરોપીઓ તેમના પતિ સાથે ઘરેણા બાબતે બોલાચાલી કરી ગાળો આપતા હતા. જેથી તેમણે ગાળો બોલવાની ના પાડતાં ઈંટનો છુટ્ટો ઘા મારતાં આંખ પાસે ટાંકા આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.