ખાંભા ખાતે ખાંભા તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા અને ધારાસભ્ય જે.વી. કાકડીયાની વિશેષ ઉપસ્થિતિમાં મારૂ ઘર રસીકરણ યુક્ત-કોરોના મુક્ત કાર્યક્રમ અંતર્ગત હર ઘર દસ્તકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશભાઈ કાબરિયા, પીઠાભાઇ નકુમ, જિલ્લા ભાજપ મંત્રી અમરીશભાઈ જાષી, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ શેલડિયા, ખાંભા તાલુકા ભાજપના સંગઠન પ્રભારી શુકલભાઈ બાલદાણીયા, દિલીપદાદા, ખાંભા તાલુકા ભાજપના મહામંત્રી દુલાભાઇ તરસરીયા, રમેશભાઈ જાદવ સહિત જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના સદસ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.