ખાંભા તાલુકાના ડેડાણ ગામે કોળી સમાજના સમુહલગ્ન યોજાયા હતા. આ સમુહલગ્નમાં દિવ્યેશભાઈ પરશોતમભાઈ સોલંકીએ વિશેષ હાજરી આપી સમાજને એક તાંતણે બાંધનાર કોળી સમાજના આગેવાનોને શુભકામના પાઠવી કોળી સમાજ વધુમાં વધુ પ્રગતિ કરે તે માટે યુવાનોને આગળ આવવા માટે હાંકલ કરી હતી.આ સમૂહલગ્નમાં પ્રભારી મંત્રી આર.સી.મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, સાંસદ નારણભાઈ કાછડીયા, હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળ, કરણભાઈ બારૈયા સહિત આગેવાનો ઉપસ્થિતિ રહ્યાં હતા.