અમરેલી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન નીતિનભાઇ રાઠોડે બાબરા તાલુકાના ખંભાળા ગામની મુલાકાત લીધી હતી. આ તકે ગામના ખેડૂતો દ્વારા તેમને ખંભાળાથી સુખપુર જવાના રસ્તે પાણી ભરાતું હોવાની રજૂઆત કરી હતી. તેમજ આ રસ્તાનો ૧પ૦૦ થી ર૦૦૦ જેટલા ખેડૂતો ખેતરે જવા માટે ઉપયોગ કરે છે. ત્યારે ખેડૂતોને ખેતરે જવામાં હાલાકી પડતી હોય, તેવી રજૂઆતને પગલે નીતિનભાઇ રાઠોડ દ્વારા રૂબરૂ સ્થળ પર જઇ અધિકારીને સાથે રાખી કામનું માપ કરાવવા અને તાત્કાલિક દિવાલ તથા કોઝ-વે બનાવવાની સૂચના આપી હતી. અંદાજિત રૂ. ૧પ લાખના ખર્ચે આ કામો કરાશે. કોઝ-વે અને દિવાલ બનાવવાની સૂચના અપાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી છે.