કોલકાત્તાની દુર્ગા પૂજા ઉત્સવનો સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષિક, વિજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન (યુનેસ્કો) દ્વારા માનવતાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતની પ્રતિનિધિ સૂચીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે જ ભારતીય પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરનારા ૧૪ આયોજનોને યાદીમાં સામેલ કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ખુશી વ્યક્ત કરતા એક ટ્‌વીટ ઉપર લખ્યું હતું કે, દરેક ભારતીય માટે ખુબ જ ગર્વ અને ખુશીની વાત છે. આ નિર્ણય પેરિસમાં ચાલી રહેલા યુનેસ્કોની બેઠકમાં લેવાયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે દુર્ગા પૂજા આપણી પરંપરાઓ અને નૈતિકતાને ઉજાગર કરે છે. અને કોલકાતાની દુર્ગા પૂજા એક એવો અનુભવ છે જે દરેકને હોવો જાઈએ. યુનેસ્કોની ૨૦૨૦ની આ પ્રતિષ્ઠિત યાદીમાં છાઉ નૃત્યનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ નૃત્ય ઓડિશામાં ઉદ્દભવ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં પણ લોકપ્રિય છે.