કોડિનાર ખાતે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે તથા પ્રોગ્રામ ઓફિસર આર.કે. મકવાણાના માર્ગદર્શન હેઠળ આંગણવાડી વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સેગ-પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા સખી સહસખીને વિવિધ એજન્ડા મુજબ ઘટક-૧ તથા ઘટક-૨ ના તમામ ૯ સેજાઓમાં વિવિધ મુદ્દાઓ પર તાલીમ આપવામાં આવી હતી. જેમાં સેટકોમનો સબલા કીટ નિદર્શન અંગેનો વીડિયો દ્વારા સમજણ અને માહિતી, આઈએફએ ટેબલેટ લેવાના ફાયદા વિષે સમજ, અંગત સ્વચ્છતા બાબતની સમજ સહિતના મુદ્દે તાલીમ અને માર્ગદર્શન અપાયુ હતું.