કોટડાપીઠા પ્લોટ શાળા ખાતે જિલ્લા પંચાયત સદસ્ય પી.ડી. કોઠીવાળની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પી.ડી. કોઠીવાળના હસ્તે સ્માર્ટ રૂમનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ તકે ગામના સરપંચ, ઉપસરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.