કેપ્ટન અમરિંદર સિંહના પક્ષ ‘પંજોબ લોક કોંગ્રેસ’ નો જલદી ભાજપમાં વિલય થઇ શકે છે. આનાથી ભાજપને પંજોબમાં પોતાનો જનાધાર બનાવવામાં મદદ મળશે. બીજી બાજુ આના બદલામાં અમરિંદર સિંહને શું મળશે તેને લઇને અટકળો અટકળો થઇ રહી છે.
કહેવાય રહ્યું છે કે ભાજપ કેપ્ટન અમરિંદર સિંહને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવશે. આમ કરવાથી સિખ સમુદાયમાં પણ સારો સંદેશો જશે. ભાજપની આ રણનીતિથી કોંગ્રેસને વધુ એક ઝટકો આપવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહ હાલમાં સ્પાઇનની ગંભીર બિમારીથી ઝઝૂમી રહ્યા છે. એમનું લંડનમાં ઓપરેશન થયુ છે અને હાલમાં તેઓ આરામ કરી રહ્યા છે એમનો પરિવાર પણ આ સમયે તેમની સાથે છે.
સ્વાસ્થ્યના કારણોથી કેપ્ટન અમરિંદર સિંહ લાંબા સમયથી તેમના પક્ષને સમય આપી શકતા નથી. એમની સ્વાસ્થ્યને જોતા એવું લાગતુ નથી કે તેઓ આગળ તેમના પક્ષને સક્રિય રીતે ચલાવી શકે. આનાથી પાર્ટી અને કાર્યકર્તાઓ બંનેનું ભવિષ્ય અંધારામાં ધકેલાઇ શકે છે. આવી સ્થિતિમાં કેપ્ટન અમરિંદર સિંહ તેમના પક્ષનો વિલય ભાજપમાં કરી દે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.