કેટરિના કૈફ અને વિકી કૌશલે લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં કેટરિના અને વિકીના પરિવાર સહિત તેમના નજીકના મિત્રો અને ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોએ હાજરી આપી હતી. વિકી અને કેટરિનાના ગુપ્ત લગ્નની ઉત્તેજના વચ્ચે, અમે તમને તેમના ભાઈ-બહેન અને માતા-પિતા વિશેની વિગતો લાવ્યા છીએ. શું તમે જોણો છો કે, કેટરિના કૈફને સાત ભાઈ-બહેન છે? ચાલો જોણીએ કેટરીનાના માતા-પિતા વિશે, જેમણે ઘણા સમય પહેલા છૂટાછેડા લીધા હતા. કેટરીના કૈફનો જન્મ હોંગકોંગમાં થયો હતો. તે ભારતીય મૂળની બ્રિટિશ અભિનેત્રી છે. બાળપણ કેટરિના ટર્કોટ હતુ. જેમ જેમ મોટી થઈ, તો કેટરિના કૈફ વિશ્વના ઘણા દેશોમાં રહી અને અંતે લંડનમાં સ્થાયી થઈ. તેના પિતા મોહમ્મદ કૈફ મૂળ કાશ્મીરી હતા, જ્યારે તેની માતા સુઝાન ટર્કોટ બ્રિટિશ મૂળની છે. કેટરિના કૈફ ઘણીવાર મીડિયાની સામે તેની માતાનો ઉલ્લેખ કરે છે અને તેનું સંપૂર્ણ સન્માન કરે છે. સુઝાન ટર્કોટ એક વકીલ અને ખૂબ જ સક્રિય સામાજિક કાર્યકર છે. કેટરિનાએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, તેના ઉછેરમાં કે તેના ભાઈ-બહેનોના ઉછેરમાં પિતાએ કોઈ ફાળો આપ્યો નથી, તેની માતાએ જ તેમનો ઉછેર કર્યો છે અને બધાને સક્ષમ બનાવ્યા છે. જ્યારે કેટરિના કૈફ ખૂબ નાની હતી, ત્યારે તેના માતા-પિતાએ છૂટાછેડા લીધા હતા, જેના પછી તેના પિતા અમેરિકા જતા રહ્યા હતા. ત્યાર બાદ તે ભાગ્યે જ તેના પિતાને મળી હતી અને તેની માતાએ તેનો ઉછેર કર્યો હતો. ઘણા અહેવાલો અનુસાર, કેટરિનાને ૭ ભાઈ-બહેનોનો મોટો પરિવાર છે. જેમાં ૬ બહેનો છે અને ૧ ભાઈ છે. કેટરિનાથી ત્રણ મોટી બહેનો અને બે નાની બહેનો છે. તેનો ભાઈ પણ તેના કરતા મોટો છે. કેટરિના કૈફની મોટી બહેન સ્ટેફની ટર્કોટ ખૂબ જ ખાનગી વ્યક્તિ તરીકે ઓળખાય છે. સેબેસ્ટિયન ટર્કોટ કેટરીનાનો મોટો ભાઈ છે, જે પરિવારમાં બીજો સંતાન છે. તે ફર્નિચર ડિઝાઈનર અને એડવેન્ચરનો ચાહક છે. કેટરિનાની ત્રીજી બહેન ક્રિસ્ટીન ટર્કોટ (પરિણીત) છે, જે હાઉસવાઇફ છે. આ પછી નતાશા ટર્કોટ (રોબર્ટ્‌સ), જે ચોથી બહેન છે અને કેટરિનાની ત્રીજી મોટી બહેન જે જ્વેલરી ડિઝાઇનર છે.