અમરેલી જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં કુંકાવાવ તાલુકાના સનાળા ગામે ૧૦૭ વર્ષીય વૃદ્ધા કાશીબા કલ્યાણભાઇ મોવલીયાએ મતાધિકારનો ઉપયોગ કરી જે લોકો આળસમાં મતદાન કરવા નથી જતા તેમને પોતાનો કિંમતી મત આપવા પ્રેરણા આપી હતી. કાશીબાની મતદાન કરવાની ફરજનિષ્ઠા અને આટલી વયે તેમની શારીરિક તંદુરસ્તીના ઉપસ્થિત તમામ લોકોએ વખાણ કરી કાશીબાને વંદન કર્યા હતા.
કાશીબા ગામના સૌથી વડીલ વ્યક્તિ છે, તેમણે મતદાન કરી અન્યોને પણ મતાધિકારના ઉપયોગની પ્રેરણા આપી હતી.