નેશનલ કોન્ફરન્સ અને પીડીપીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો છે. બંને પક્ષોએ કહ્યું કે ગુપકર મેનિફેસ્ટો એલાયન્સ જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી સંયુક્ત રીતે લડશે. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી અને નેશનલ કોન્ફરન્સ બંને પીએજીડીના મુખ્ય ઘટક છે એનસી પ્રમુખ અને પીએજીડી ચીફ ફારુક અબ્દુલ્લાએ કહ્યું, “અમે સાથે મળીને ચૂંટણી લડીશું. એક રાજકીય પક્ષ છે જેણે કહ્યું કે તેણે ગઠબંધન છોડી દીધું છે. સત્ય એ છે કે તેઓ ક્યારેય ગઠબંધનનો ભાગ નહોતા. તેઓ અમને અંદરથી તોડવા આવ્યા હતા.
પીડીપી પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ આવો જ મુદ્દો ઉઠાવ્યો હતો. મહેબૂબાએ કહ્યું, “અમે એકસાથે ચૂંટણી લડવાનો ઇરાદો ધરાવીએ છીએ કારણ કે તે લોકોની ઇચ્છા છે કે આપણે અમારી ખોવાયેલી ગરિમાને પુનઃસ્થાપિત કરવા માટે સાથે મળીને પ્રયાસ કરીએ.”એક પ્રશ્નના જવાબમાં અબ્દુલ્લાએ કહ્યું કે સરકાર જ્યારે ઈચ્છે ત્યારે ચૂંટણી કરાવી શકે છે. પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે પૂર હતું ત્યારે ચૂંટણી યોજોઈ હતી. હવે ચૂંટણી કેમ ન થઈ શકે? સવાલ એ છે કે તેઓ ચૂંટણી કેવી રીતે લડવા માંગે છે