શ્રીનગરમાં હાથ ધરવામાં આવેલા એંટી-ટેરરિસ્ટ ઓપરેશનમાં બે બિઝનેસમેન સહિત ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે જે ચાર લોકો માર્યા ગયા તેમાં બે આતંકીઓ હતા જ્યારે અન્ય બે લોકો માર્યા ગયા તેઓ બિઝનેસમેન હતા પણ તેઓ આ આતંકીઓને મદદ કરી રહ્યા હતા. એટલે કે તેઓ પણ આતંકી પ્રવૃત્તિમાં સામેલ હતા.
પોલીસના જણાવ્યા અનુસાર શ્રીનગરના હૈદરપુરામાં હાથ ધરાયેલા ઓપરેશનમાં ડો. મુદ્દસિર ગુલ અને અલ્તાફ ભટ્ટની ઘટના સૃથળ પાસે દુકાનો હતી. ડેંટલ સર્જન મુદ્દસિર ગુલ આ કોમ્પ્લેક્સમાં કંપ્યૂટર સેંટર ચલાવતો હતો જ્યારે અલ્તાફ જે કોમ્પ્લેક્સમાં આ દુકાન આવેલી હતી તેનો માલિક હતો. બન્ને આતંકીઓને મદદ કરતા હોવાનો દાવો પોલીસે કર્યો છે.
પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે સુરક્ષા જવાનોના ગોળીબારમાં તેઓ માર્યા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે આ કમર્શિયલ કોમ્પ્લેક્સનો ઉપયોગ કોલ સેંટર માટે કરાતો હતો અને આ કોલ સેંટરથી આતંકીઓને મદદ પુરી પાડવામાં આવી રહી હતી. એન્કાઉન્ટર સૃથળેથી હિથયારો પણ મળી આવ્યા છે.
બીજી તરફ અમેરિકાએ ભારત અને પાકિસ્તાન મુલાકાત માટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં અમેરિકાના નાગરિકોને પાક.માં જતાં પહેલા વિચાર કરવા કહેવાયું છે. કારણ કે ત્યાં સાંપ્રદાયિક હિંસાનો સામનો કરવો પડી શકે છે. જે નાગરિકો ભારત જઇ રહ્યા છે તેઓએ જમ્મુ કાશ્મીરની મુલાકાત લેવાનું ટાળવું જાઇએ અને પાક.ની સરહદે ન જવું જાઇએ.