બાલીવુડની ક્વિ ગણાતી કંગના રનૌત હવે ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે ખરાબ રીતે ચર્ચામાં છે, ખરેખરમાં વાત એમ છે કે, તેની માસ્ટ અવેટેડ ફિલ્મ ગણાતી ધાકડ બાક્સ ઓફિસ પર ઉંધા માથે પછડાઇ છે. કંગનાની ‘ધાકડ’નું પરફોર્મન્સ એકદમ ખરાબ રહ્યું છે. રિપોર્ટ્‌સ અનુસાર, લગભગ ૧૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મ ૮ દિવસમાં માત્ર ૫ કરોડ રૂપિયાની કમાણી કરી શકી.
એક રિપોર્ટ પ્રમાણે, ધાડક ફિલ્મ રિલીઝના ૮મા દિવસે આખા દેશમાં માત્ર ૨૦ ટિકિટો જ વેચાઈ છે, જેનાથી ‘ધાકડ’ની કમાણી માત્ર ૪,૪૨૦ રૂપિયા જ થઈ છે. ‘ધાકડ’ કંગનાના કરિયરની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ બની ગઈ છે. ધાકડની એકદમ ખરાબ શરૂઆત થતાં જ કંગનાને લોકો આડેહાથે લીધી હતી.
ખાસ વાત છે કે ફિલ્મના ફ્લાપ શાના કારણે હવે તેને ઓટીટી અને સેટેલાઈટ રાઈટ્‌સ માટે કોઈ ડીલ નથી મળી રહી. ખાસ વાત છે કે, બીજો વીકમાં ‘ધાકડ’ ભારતમાં માત્ર ૨૫ સિનેમાઘરોમાં જ ચાલી રહી છે. પહેલા અઠવાડિયાની સરખામણીમાં તેને બીજો વીકમાં લગભગ ૯૮.૮૦% સિનેમાઘરોમાંથી હટાવી દેવામાં આવી છે. દિલ્હી સૌથી મોટું શહેર છે, જ્યાં ૪ સિનેમાઘરોમાં ‘ધાકડ’ ચાલી રહી છે. તેમજ મુંબઈના એકપણ થિયેટરમાં ફિલ્મ નથી ચાલી રહી, રિપોર્ટ્‌સ પ્રમાણે, ફિલ્મ ઓપનિંગ ડે પર જ બોક્સ ઓફિસ પર ફ્લોપ થઈ ગઈ હતી. પહેલા દિવસે ફિલ્મે માત્ર ૭૫ લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મે પહેલા અઠવાડિયા એટલે કે ૭ દિવસમાં માત્ર ૨ કરોડનું કલેક્શન જ કર્યું હતું. રિલીઝથી લઈ અત્યાર સુધી ‘ધાકડ’ સિનેમાઘરોમાં ફ્લોપ સાબિત થઈ રહી છે. આ ફિલ્મને આખા ભારતમાં ૨૨૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, રજનીશ ઘાઈના ડાયરેક્શનમાં બનેલી કંગનાની આ એક્શન થ્રિલર ફિલ્મને ૨૦ મેના રોજ થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મમાં કંગના સિવાય અર્જુન રામપાલ, દિવ્યા દત્તા અને શાશ્વત ચેટર્જી પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કંગના એજેન્ટ અગ્નિની ભૂમિકામાં જોવા મળી રહી છે.