બિગ બોસ ઓટીટી સીઝન ૨ ના વિજેતા યુટ્યુબર એલ્વિશ યાદવનું નામ ફરી એકવાર હેડલાઇન્સમાં છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એલ્વિશ રેસ્ટોરન્ટમાં બેઠેલા એક વ્યક્તિને થપ્પડ મારતો જાઈ શકાય છે. જા કે આ વીડિયોની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર લોકોએ આ વીડિયોને ફરીથી શેર કરવાનું શરૂ કરી દીધું છે અને તેમના અનુમાન મુજબ અલગ-અલગ દાવા કરવા લાગ્યા છે.
વીડિયોમાં, એલ્વિશ યાદવ ખુરશી પર બેઠેલા વ્યક્તિને જારથી થપ્પડ મારે છે અને પછી જ્યારે તે જવા લાગે છે, ત્યારે આ વ્યક્તિ ફરીથી કંઈક બોલે છે, જેના પછી એલ્વિશ તે વ્યક્તિ તરફ પાછો ફરે છે. આ વખતે તેની ટીમનો એક સભ્ય એલ્વિશને પકડી લે છે અને તેને છોડી દેવા માટે સમજાવે છે. આના પર એલ્વિશ રેસ્ટોરન્ટની બહાર નીકળી જાય છે. વીડિયોમાં પોલીસ અને મોટી ભીડ પણ જાવા મળી રહી છે. આ વીડિયો ધ ખબરી નામના એક્સ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે.