(એ.આર.એલ),લખનૌ,તા.૨૩
ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થયો છે. આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હતા. લગભગ ૬ લોકો ઘાયલ થયા છે. ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.મળતી માહિતી મુજબ, પીલીભીતના ગજરૌલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઝાડ સાથે અથડાઈને DCM હાઈવે પર પલટી ગઈ. આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં ૬ લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.
ઘાયલો પૈકી બેની હાલત ગંભીર છે. મૃત્યુઆંક વધી શકે છે. આ ભયાનક અકસ્માત સવારે ચાર વાગ્યાની આસપાસ બન્યો હતો.
જણાવવામાં આવી રહ્યું છે કે ડીસીએમમાં ??સવાર લોકો હરિદ્વારથી ગંગામાં સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા.અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના લોકો લખીમપુરના ગોલાના રહેવાસી છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઊંઘ આવી ગઈ હતી. જેના કારણે આ કરૂણ અકસ્માત સર્જાયો છે.
ઉલ્લેખનીય છે કે ગહાલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરી છે, મૃત્યુદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, અક્સમાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.