એક વખત એક ગામમાં એક સંત આવ્યા આ મહાન સંતની સેવા-ચાકરી કરવા માટે સાથે સાથે બીજા ચાર સંતો પણ હતા. બધા જ સંતો ગામનું નિરીક્ષણ કરીને ગામના પાદરે એક વડના વૃક્ષ નીચે બેઠા હતા અને ગામનું વાતાવરણ નિહાળી રહ્યા હતા. થોડો સમય વિતાવ્યા પછી ગામના લોકો એકઠા થયા અને સંતની અમૃતવાણી સાંભળવનો પ્રસ્તાવ સંત સમક્ષ મુક્યો. આ પ્રસ્તાવને સંતે સ્વીકાર્યો અને કથા-ભજન કરવા લાગ્યા. બીજા દિવસે બધા જ સંતો ગામમાંથી વિદાય લઈને જંગલ જવા માટે નીકળ્યા. જંગલ ગામથી થોડું જ દૂર હતું. જંગલમાં થોડું ચાલ્યા પછી જંગલની અંદર કાંટાળી તથા પથ્થરાળ રસ્તો આવ્યો છતાં પણ બધા જ સંતો  આગળ જઈ રહ્યા હતા.
આ પથ્થરાળ રસ્તામાં ચાલતા ચાલતા હવે બન્યું એવું કે એક પથ્થરની ઠેસ મહાન સંતને લાગી અને આ ઠેસ વાગતા તેમના પગમાંથી લોહી નીકળવા લાગ્યુ. એટલે તરત જ આ મહાન સંતે મલમ લગાવી અને પાટો બાંધ્યો પછી આકાશ તરફ જોઈને ઈશ્વરનો આભાર માન્યો અને તરત જ રસ્તા પર ફરી આગળ ચાલવા લાગ્યા.
આ ઘટના જોઈને બીજા સંતોના મનમાં પ્રશ્ન ઉદભવ્યો માટે પ્રશ્ન પૂછ્યો કે ; ગુરુજી તમને પથ્થરની ઠેસ વાગી અને તમારા પગમાંથી લોહી નીકળવા લાગ્યું પરંતુ તમે તમારા પગમાં પાટો બાંધ્યા પછી ઈશ્વરનો આભાર માન્યો એ ઘટના અમે નિહાળી પરંતુ તમે ઈશ્વરનો આભાર શા માટે માન્યો?
આ પ્રશ્ન સાંભળીને સંતે પ્રસન્નતા સાથે એક સુંદર અને મહત્વનો જવાબ આપતા જણાવ્યું કે..,
‘ઈશ્વરે મને મારા કર્મનું ફળ મોટી મુશ્કેલી ભર્યું આપવાનું હતું. પરંતુ તે ઈશ્વરે મને નાની મુશ્કેલીમાં પરીવર્તન કરીને મારા કર્મનું ફળ આપ્યું છે તેથી મેં ઈશ્વરનો આભાર માન્યો.
ત્યાર પછી સંતો આગળ ચાલવા લાગ્યા બપોરનો સમય થયો એટલે બધા જ સંતો એક નદીમાં હાથ પગ અને મોં ધોવા માટે જઈ રહ્યા હતા બધા જ સંતો હાથ પગ અને મોં ધોઈ રહ્યા હતા સાથે સાથે આ મહાન સંત પણ એક મોટા પથ્થર પર ઉભા રહીને હાથ પગ અને મોં પાણી વડે ધોઈ રહ્યા હતા આજ ક્ષણે તે પથ્થર પર એક અતિ ઝેરી લો સાપ આવ્યો અને સંતને ડંખ મારવાની તૈયારીમાં જ હતો પરંતુ સંતના પગમાં લગાવેલ મલમ વાળા પાટાની સાપને ઝેરી અસર થતા ની સાથે જ સાપ ત્યાંથી દૂર ચાલ્યો ગયો અને સાથે સાથે સંતના પ્રાણ પણ બચી ગયા.
આ જોઈને મહાન સંતે પોતાના શિષ્યોને જણાવ્યું કે તમે જોયું મેં તમને કહ્યું હતું ને કે મારા કર્મના ફળ રૂપે મોટી મુશ્કેલી ઈશ્વરે નાની એવી મુશ્કેલીમાં જ પરીવર્તન કરીને આપી છે.જો મને પથ્થર ની ઠેસ જ ના લાગી હોત તો મને લોહી જ ના નીકળે અને મેં મારા પગમાં મલમ વાળો પાટો પણ બાંધ્યો જ ના હોય અને જો આ પાટો જ ન હોત તો આ સાપને મલમ ની ઝેરી અસર જ ના થઈ હોત અને એ મને ડંખ પણ મારી લીધો હોત. જેથી મારા પ્રાણ પણ સંકટમાં મુકાઈ જાત. સાથે સાથે બધા જ સંતોએ આ મહાન સંત પાસેથી પ્રેરણા મેળવી સંત સાથે ફરીવાર ઈશ્વરનો આભાર માની આગળ ચાલવા લાગ્યા.
મિત્રો ઈશ્વર આપણી સાથે જે કરે તે યોગ્ય જ કરે છે. ઈશ્વર આપણા સારા માટે જ જે તે પરિસ્થિતિ આપે છે ને માટે દરેકે દરેક ક્ષણ દરેકે દરેક દિવસો ઈશ્વરને ફરિયાદ કરવાને બદલે તેમનો આભાર માનવો જોઈએ.
જેવી રીતે કુંભાર માટીના ઘડાને અતી કષ્ટ આપે છે અને ઘડો યોગ્ય બનવાની સાથે જ તેમની કિંમત વધે છે. તેવી જ રીતે ઈશ્વર પણ આપણને જે તે પરિસ્થિતિની  આપે છે અને મુશ્કેલી આપી આપણું ઘડતર કરે છે અને આપણી કિંમત વધારે છે. તે માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.
ઈશ્વર આપણને સફળતા અપાવે કે પછી નિષ્ફળતા, સુખ આપે કે દુઃખ , ઈશ્વર આપણને નફો કરાવે કે પછી નુકસાન પરંતુ એ વાત હંમેશા યાદ રાખજો કે ઈશ્વર જે કરે તે યોગ્ય જ કરે છે.કારણ કે, ઈશ્વર તો પરમ પરમેશ્વર છે. અને આપણે સૌ તેમના જ એક અંગ છીએ. સમગ્ર પૃથ્વી પર જે કંઈ ઘટના ઘટે છે તેમનો એક સત્ય સાક્ષી રૂપે ઈશ્વર પોતે જ હાજર હોય છે. વંદેમાતરમ