किताबे कुछ कहना चाहती है
हमारे दिल में रहना चाहती है
क्या तुम नही सुनोंगे किताबो की बाते ?
પુસ્તકનું નામ છે આભૂષણ.  વિકાસ ઘનશ્યામ નાયક દ્વારા તેનું લેખન થયેલું છે, સંકલન થયેલું છે. આ પુસ્તકની અંદર ખૂબ સરસ વાતો આપવામાં આવી છે. એક વખત આ પુસ્તક વાંચવું જોઈએ. ચાલો, આજે કેટલીક વાતો આ પુસ્તક માંથી આપણે માણીએ….
એક પ્રસંગ છે….
નાનકડા છોકરાએ કહ્યું :  ‘કેટલીકવાર મારા હાથમાં ચમચી પડી જાય છે.’  ડોસા એ જવાબ આપ્યો : ‘મારા થી પણ એમ થઈ જાય છે.’  નાનકડો છોકરો ધીમેથી બોલ્યો : ‘હું ક્યારેક પથારી ભીની કરી બેસું છું.’  ડોસાએ હસતા હસતા કહ્યું : ‘એ તો હું પણ કરી બેસું છું.’ બાળકે કહ્યું : ‘હું ક્યારેય રડી પડું છું.’ તો શું કહે ‘એ તો હું પણ કરું છું.’ નાનકડા છોકરાએ કહ્યું પણ સૌથી ખરાબ વાત એ છે કે મને લાગે છે કે મોટેરાઓ મારા પ્રત્યે બિલકુલ ધ્યાન આપતા નથી.  ત્યાં તેણે ખભા પર તે વૃદ્ધની હાથની ઉષ્મા અનુભવી.  ડોસા એ જવાબ આપ્યો : ‘હું તું જે કહે છે તે અનુભવી શકું છું.’  હું અહીં પ્રામાણિકતા પૂર્વક જણાવું છું કે મને વૃદ્ધોની સોબત પસંદ નથી. હું તેમની સાથે વધારે સમય પસાર કરવાનું પસંદ કરતો નથી. તેમની સાથે વધુ સમય પસાર થાય તે વેળા અસ્વસ્થ બની જાઉં છું. પણ થોડું વિચારતાં જણાશે કે એવા ઘણા લોકો હશે જેમને મારી જેવા જુવાનિયાઓ સાથે સમય પસાર કરવો ન ગમતો હોય. તો એ છે કે ભગવાને આપણને બધાને એકબીજાથી તદ્દન ભિન્ન બનાવ્યા છે. કેટલાક લોકોને બાળકો સાથે સમય પસાર કરવો ગમે છે. તો કેટલાક લોકોને વૃદ્ધો સાથે તો વળી કેટલાક લોકોને જુવાનિયાઓ સાથે પણ.  એનો અર્થ એવો નથી કે એવા લોકોને માન ન આપીએ કે ન ગણકારીએ, જેમની સાથે આપણે અસ્વસ્થ થઈ જતા હોઈએ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે ઉદાર વૃત્તિના બનીએ અને આપણી અસ્વસ્થતાને ખંખેરી નાખીએ. તે ઈચ્છે છે કે આપણે દરેકને માન આપીએ. આપણા માતા-પિતાને અને આપણા દાદા-દાદીને યુવાનને અને વૃદ્ધ અને તેમને પણ જેની સાથે આપણે સહમત થતા હોઈએ અને તેમને પણ જેની સાથે આપણે મતભેદ ધરાવતા હોઈએ. બેઘર એવા રસ્તે રઝળતા અલગારીને કે મોટો હોદ્દો ધરાવતા કોઇ સાહેબને પણ !  હવે વિચારી જોઈએ તમે કોને કોને માન આપો છો ? હવે તમે બધાની સાથે સારો અને સરખો વ્યવહાર કરશો.
આ પુસ્તકમાં બીલ ગેટ્સના કેટલાક નિયમો પણ આપવામાં આવ્યા છે. નિયમ એક – જીવન તમે ધારો છો એટલું સરળ અને સરસ નથી એ હકીકત સ્વીકારી લો એનાથી ટેવાઈ જાવ. નિયમ બે – દુનિયા તમારા સ્વમાનની પરવા કરશે નહીં. દુનિયાની ઇરછે  કે તમારી જાત સાથે સારું માનતા થાય એ પહેલાં કંઈક સારું કરી દેખાડો. નિયમ ત્રણ –  તમે શાળા માંથી બહાર નીકળતા જ વર્ષે 60 હજાર ડોલર કમાઈ શકવાના નથી. તમે કોઈ કંપનીના ઉચ્ચ હોદ્દેદારે ગાડીમાં ફરવા લાયક તરત નહીં બની જાવ. ત્યાં સુધી પહોંચવા માટે તમારે તેને લાયક બનવું પડશે. નિયમ ચાર – જો તમે માનતા હો કે તમારા શિક્ષક કડક છે તો તમારા બસ વિશે તો તમે શું વિચારશો ? નિયમ પાંચ – કોઈ રેસ્ટોરન્ટમાં બર્ગર પીરસવા એ કઈ નાનકડું કામ નથી. કોઈ કામ નાનું હોતું નથી દરેક કામમાં તક જોતા શીખો. નિયમ છ – વાસ્તવિક જીવન કંઈ ટી.વી. કે તેના પર દેખાતા કાર્યક્રમ જેટલું સરળ અને સુંદર નથી હોતું.
આ આભૂષણ પુસ્તકની અંદર સરસ મજાની વાતો આપવામાં આવી છે ચોક્કસ એક વખત આ પુસ્તક દરેક એ વાંચવું જોઈએ.