મહારાષ્ટ્રના પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે ભગવાન રામના આશીર્વાદ લેવા રામનગરી અયોધ્યા જશે શિવસેનાના નેતા સંજય રાઉતે એ વાતની પુષ્ટી કરી છે કે આદિત્ય ઠાકરે ૧૫ જુનના રોજ અયોધ્યા જશે આ સાથે જ સંજય રાઉતે એ પણ સ્પષ્ટ કર્યું કે આદિત્ય ઠાકરેનો પ્રવાસ રાજકીય નથી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનો અયોધ્યા પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જયારે હિન્દુત્વના મુદ્દા પર તેમની પાર્ટીને ભાજપ અને મનસે દ્વારા નિશાન બનાવવામાં આવી રહી છે.
તાજેતરમાં જ આદિત્યના કાકા અને મનસે પ્રમુખ રાજ ઠાકરેએ મસ્જિદોની ઉપરથી લાઉડસ્પીકર હટાવવાનું આહ્‌વાન કર્યું હતું આ સાથે જ રાજ ઠાકરેએ પણ કહ્યું હતું કે તે આ મહીને અયોધ્યા જશે પરંતુ આરોગ્યને કારણે તેમનો પ્રવાસ રદ કરવામાં આવ્યો હતો સંજય રાઉતે કહ્યું કે આદિત્ય ૧૫ જુને યુપીના પાટનગર લખનૌ પહોંચશે અને ત્યાંથી તે અયોધ્યા જશે રાઉતે કહ્યું કે ઠાકરે રામ લલાના આશીર્વાદ લેશે અને તે રામમંદિરના નિર્માણ સ્થળનો પ્રવાસ પણ કરશે
આ સાથે જ આદિત્ય ઠાકરે સરયુ નદીના કિનારે આરતીમાં પણ સામેલ થશે સંજય રાઉતે કહ્યું કે આદિત્યનું અયોધ્યા જવા કોઇ રાજનીતિક મુદ્દો નથી રાઉતે માહિતી આપતા કહ્યું કે તે ખુદ અયોધ્યા જશે એ યાદ રહે કે આદિત્ય ઠાકરે પહેલા ૧૦ જુનના રોજ અયોધ્યા જવાના હતાં પરંતુ રાજયસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી અયોધ્યા જવાની તારીખમાં ફેરફાર કરી ૧૫ જુન નક્કી કરી છે પોતાના આ પ્રવાસને લઇ આદિત્યે કહ્યું કે અમે ભગવાન રામના આશીર્વાદ લેવા માટે અયોધ્યા જઇ રહ્યાં છીએ